Navpancham Yog 2023: જ્યોતિષમાં ઘણા શુભ અને અશુભ યોગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ યોગો ગ્રહો અને નક્ષત્રોના ગોચરના કારણે બને છે. મંગળ ગ્રહે પોતાની રાશિ બદલીને સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. જ્યારે દેવગુરુ બ્રુહસ્પતિ સ્વરાશિ મીનમાં છે. આ સાથે મંગળ અને ગુરુએ મળીને નવપંચમ યોગ બનાવ્યો છે. નવપંચમ યોગ તમામ લોકોના જીવનમાં મોટું પરિવર્તન લાવશે. ખાસ કરીને નવપંચમ યોગ 4 રાશિના લોકોને અપાર ધન અને પ્રગતિ પ્રદાન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવપંચમ યોગથી આ રાશિના લોકોને અપાર ધનની થશે પ્રાપ્તિ 


મેષઃ નવપંચમ યોગ મેષ રાશિના લોકોને શુભ ફળ આપશે. મંગળ મેષ રાશિનો સ્વામી છે અને મંગળ અને ગુરુ એકસાથે મળીને નવપંચમ યોગ બનાવી રહ્યા છે. આ યોગ મેષ રાશિના લોકો માટે ધન અને સન્માનમાં વધારો કરશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. 


કર્કઃ નવપંચમ યોગ કર્ક રાશિના લોકોને મજબૂત આર્થિક લાભ આપશે. તમને અચાનક ક્યાંકથી પૈસા મળશે. આવકમાં વધારો થશે. નવું વાહન ખરીદી શકો છો. તમે પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો. નોકરી કરનારાઓને પ્રમોશન પણ મળી શકે છે.


સિંહ: ગુરુ-મંગળથી બનેલો નવપંચમ યોગ સિંહ રાશિના લોકોને મજબૂત લાભ આપશે. તમારી જૂની સમસ્યાઓનો અંત આવશે. અટકેલા કામ પૂરા થશે. આધ્યાત્મિકતામાં રસ વધશે. સફળતા મળવાના ચાન્સ છે.


તુલા: નવપંચમ યોગની રચના તુલા રાશિના જાતકો માટે સૌભાગ્ય લાવશે. આ લોકોને કરિયર અને બિઝનેસમાં ઘણો ફાયદો થશે. તમારી આવકમાં વધારો થશે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
મેઘરાજા ગુજરાતને ઘમરોળવા માટે ફરી તૈયાર, જાણો ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
Dhan Labh: શ્રાવણ મહિનામાં ઘરમાં લગાવો આ છોડ, જેમ વધશે છોડ તેમ ઘરમાં વધશે રૂપિયા
Budh Uday 2023: 7 દિવસ પછી બુધનો થશે ઉદય આ 3 રાશિ માટે ખુલી જશે કુબેરનો ખજાનો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube