12 વર્ષ બાદ દૈત્યોના ગુરૂ શુક્ર અને દેવતાઓના ગુરૂ બૃહસ્પતિની થશે યુતિ, આ જાતકોનું ભાગ્ય ચમકી જશે
Guru Shukra Yuti: મેષ રાશિમાં ગુરૂ અને શુક્રની યુતિ થવાથી મેષ સહિત આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થશે તો ધનલાભનો પણ યોગ બની રહ્યો છે.
નવી દિલ્હીઃલ Venus And Jupiter Conjunction: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરે છે. તેવામાં ગુરૂની વાત કરીએ તો તે એક રાશિમાં એક વર્ષ રહે છે. તેવામાં એક રાશિમાં બીજીવાર આવવામાં આશરે 12 વર્ષનો સમય લાગે છે. નોંધનીય છે કે આ સમયે ગુરૂ બૃહસ્પતિ પોતાની રાશિ મેષમાં બિરાજમાન છે. તો 24 એપ્રિલે શુક્ર પણ આ રાશિમાં આવશે. તેવામાં શુક્ર અને ગુરૂની યુતિ મેષ રાશિમાં બનશે. દૈત્યોના શુક્ર અને દેવતાઓના ગુરૂ બૃહસ્પતિની યુતિ ઘણા જાતકોના જીવનમાં સકારાત્મક અસર પાડશે. આવો જાણીએ શુક્ર અને ગુરૂની યુતિથી કયાં જાતકોને લાભ મળશે.
મેષ રાશિ
આ રાશિના લગ્ન ભાવમાં બંને ગ્રહોની યુતિ બની રહી છે. તેવામાં મેષ રાશિના જાતકો માટે આ યુતિ ખુબ ભાગ્યશાળી છે. જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. આ સાથે ધંધામાં લાભ મળી શકે છે. કરિયરની વાત કરીએ તો આ સમયમાં તમારા કામની પ્રશંસા થશે. આ સાથે ઉચ્ચ અધિકારી તમારા કામને જોતા તમને પ્રમોશન કે કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે. આ સાથે અચાનક ધનલાબનો પણ યોગ છે. લગ્ન જીવનમાં પણ ખુશીઓ આવશે.
મિથુન રાશિ
આ રાશિમાં શુક્ર અને ગુરૂ એકાદશ ભાવમાં યુતિ કરી રહ્યાં છે. તેવામાં મિથુન રાશિના જાતકોને અનુકૂળ પરિણામ મળવાના છે. આ સાથે આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે. કરિયરના ક્ષેત્રની વાત કરીએ તો તમને અપાર સફળતાની સાથે ધનલાભ મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. તમારી લવ લાઇફ સારી રહેશે. આ સમયમાં તમે પરિવાર સાથે સમય પસાર કરશો.
આ પણ વાંચોઃ ચેતી જજો!!! શનિથી વધુ કુપ્રભાવ બતાવી શકે છે રાહુ, આ 3 રાશિના લોકોના ગાભા નિકળી જશે
કર્ક રાશિ
શુક્ર અને ગુરૂની યુતિ દશમ ભાવમાં થઈ રહી છે. આ જાતકોને સફળતા મળી શકે છે. આ સમય નવો બિઝનેસ શરૂ કરવા માટે સારો છે. જેનાથી તમને આવનારા સમયમાં લાભ મળી શકે છે. લવ લાઇફની વાત કરીએ તો તે સારી રહેવાની છે. તમે તમારી બૌદ્ધિક ક્ષમતાથી દરેકના પ્રિય બની શકો છો. સમાજમાં તમારૂ માન-સન્માન વધશે.
(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી સટીક કે વિશ્વસનીય હોય તેની ગેરંટી નથી. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)