Guru Chandal Yog 2023: બસ 3 દિવસ.... 21 જૂનથી બદલી જાશે આ રાશિઓના દિવસ, ધનના થશે ઢગલા
Guru Chandal Yog 2023: એક અત્યંત અશુભ યોગ હાલ ચાલી રહ્યો છે જે ત્રણ દિવસમાં પૂરો થશે. આ અશુભ યોગ છે ગુરુ ચાંડાલ યોગ. રાહુ અને ગુરુના કારણે આ યોગ સર્જાયો છે. પરંતુ ત્રણ દિવસ પછી એટલે કે 21 જૂનથી આ યોગ સમાપ્ત થઈ જશે અને સાથે જ 3 રાશિના લોકોનો સમય પણ બદલી જશે.
Guru Chandal Yog 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર થોડા થોડા સમયે ગ્રહ રાશિ અને નક્ષત્રો બદલે છે. આ પરિવર્તનની અસર 12 રાશિના લોકો અને દુનિયા પર પણ પડે છે. આવા પરિવર્તનના કારણે ઘણી વખત અશુભ યોગનું નિર્માણ થતું હોય છે. આવો જ અશુભ યોગ હાલ ચાલી રહ્યો છે જે ત્રણ દિવસમાં પૂરો થશે. આ અશુભ યોગ છે ગુરુ ચાંડાલ યોગ. રાહુ અને ગુરુના કારણે આ યોગ સર્જાયો છે. પરંતુ ત્રણ દિવસ પછી એટલે કે 21 જૂનથી આ યોગ સમાપ્ત થઈ જશે. હાલ ગુરુ અશ્વિની નક્ષત્રમાં છે જ્યારે રાહુ પણ અહીં બિરાજમાન છે જેથી ગુરુ ચાંડાલ યોગનું નિર્માણ થયું હતું. પરંતુ 21 જુને ગુરુ અશ્વિની નક્ષત્રમાંથી નીકળી ભરણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેના કારણે યોગનો ભંગ થશે અને સાથે જ 3 રાશિના લોકોનો સમય બદલી જશે.
3 રાશિને થશે અઢળક લાભ
આ પણ વાંચો:
Astro Tips: સવારના સમયે કરેલા સાવરણીના આ ટોટકા તમને બનાવી શકે છે અમીર
પૂજા કરતાં પહેલા શા માટે વગાડવામાં આવે છે ઘંટડી ? વાત નથી સામાન્ય કારણ છે ખાસ
મહિલાઓ શ્રાદ્ધ, તર્પણ કે પિંડદાન કરી શકે ? જાણો શું કહેવાયું છે ગરુડ પુરાણમાં
મિથુન રાશિ
ગુરુ ચાંડાલ યોગનો ભંગ થવાથી મિથુન રાશિના લોકો માટે સારો સમય શરૂ થવાનો છે. તેનું પહેલું કારણ છે કે આ ગોચરથી બુધાદિત્ય યોગ બનશે. આ સિવાય ભદ્ર રાજયોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. જેના કારણે આ રાશિના લોકોને ફાયદો થશે. જે લોકો કપડા, ડેકોરેશન, ઇલેક્ટ્રોનિક્સના કામ સાથે જોડાયેલા છે તેમનો નફો વધશે. આ રાશિના લોકો માટે સમય શાનદાર રહેશે. તેમના કાર્ય પૂર્ણ થશે અને રોકાણથી પણ ફાયદો થશે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે પણ આ યોગ ફાયદાકારક સાબિત થશે. આ સમય દરમિયાન દેવગુરુ બૃહસ્પતિ શુભ ફળ આપશે. માન સન્માનમાં વધારો થશે અને કાર્ય ફોકસ સાથે કરી શકાશે. પૈસા કમાવાની તકો મળશે. નોકરી કરતા લોકોને ફાયદો થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે પણ આ યોગ આર્થિક લાભ કરાવનાર સાબિત થશે. પારિવારિક માહોલ સારો રહેશે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધશે. આ સમય દરમિયાન ભાગ્ય સાથ આપશે અને અટકેલા કામ પુરા થશે. સરકારી યોજનાઓનો લાભ થશે. નવું કામ શરૂ કરવા માટે સારો સમય.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)