જ્યોતિષશાસ્ત્ર મુજબ ચંદ્રમા સૌથી તેજ ગતિથી ચાલતો ગ્રહ ગણાય છે. તે એક રાશિમાં લગભગ છ દિવસ સુધી રહે છે. આવામાં તે એક મહિનાની અંદર જ ફરીથી કોઈને કોઈ રાશિમાં ગોચર કરે છે. ચંદ્રમાના રાશિ પરિવર્તનથી કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ રહે છે. આવામાં ગુરુ અને ચંદ્રમાની યુતિ ખુબ શુભ ગણાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચંદ્રમાએ 29 સપ્ટેમ્બરે રાતે 9.08 વાગ્યા સુધીમાં મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કર્યો. આ રાશિમાં 2 ઓક્ટોબરના રોજ સવારે 12.14 મિનિટ સુધી રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
આ રાશિમાં ગુરુ વક્રી અવસ્થામાં છે. તેની સાથે ચંદ્રમાની યુતિ થવાથી ગજેકેસરી યોગનું નિર્માણ થયું છે. આ શુભ યોગ બનવાથી અનેક રાશિઓના જીવનમાં ખુશીઓ આવી શકે છે. ધન ધાન્યના વધારા સાથે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. ભાગ્યનો ભરપૂર સાથ મળવાથી પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. 


મિથુન રાશિ
ગજકેસરી યોગ બનવાથી મિથુન રાશિના જાતકોને ખાસ લાભ મળશે. આ રાશિમાં ગુરુ એકાદશ ભાવમાં સ્થિત છે. આવામાં ગજકેસરી યોગ બનવાથી આ રાશિના જાતકોને અચાનક ધનલાભ થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. પરિવાર સાથે સારો સમય વીતાવવાની સાથે કોઈ સારા સમાચાર મળી શકે છે. રોકાણ કરવાનું વિચારતા હોવ તો સફળતા મળશે. સમાજમાં માનસન્માન વધશે. 


સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે પણ ગજકેસરી યોગ ખુશીઓ લઈને આવી શકે છે. પરિવાર સાથે સારો સમય વિતાવવાની સાથે કોઈ મુસાફરી કરી શકો છો. બિઝનેસમાં અપાર સફળતાની સાથે કોઈ ડીલ પણ સાઈન થઈ શકે છે. નાના વેપારમાં પણ વધુ નફો થવાના અણસાર છે. નોકરી કરનારાઓને પદોન્નતિ થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube