Jupiter-Mood Conjunction 2023: ગુરૂ અને ચંદ્રમા જલદી મેષ રાશિમાં એક યુતિ કરવાના છે. ચંદ્રમા-ગુરૂની યુતિ ઘણા જાતકો માટે લાભકારી સાબિત થશે. હકીકતમાં ચંદ્રમા તથા ગુરૂની વચ્ચે મિત્રતાનો ભાવ છે. ઘણી રાશિના જાતકો તે ઘરથી સંબંધિત સારા પરિણામોને સ્વીકાર કરશે, જ્યાં આ યુતિ સ્થિત છે. ચંદ્રમા અને બૃહસ્પતિની યુતિ 10 જુલાઈ 2023ના થવાની છે અને તે 12 જુલાઈ 2023 સુધી રહેશે. જાણો ચંદ્રમા તથા ગુરૂની યુતિથી ક્યા ત્રણ રાશિના જાતકોને લાભ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિઃ મેષ રાશિના જાતકો માટે ચંદ્રમા ચોથા ઘરનો સ્વામી છે અને બૃહસ્પતિ નવમાં ઘર અને 12માં ઘરનો સ્વામી બની જાય છે. આ બંને પ્રથમ ભાવમાં યુતિ કરશે. આ યોગથી મેષ રાશિના જાતકોને મોટો લાભ થશે અને આ દિવસોમાં શરૂ કરવામાં આવેલું કોઈ કામ, પ્રોજેક્ટથી તમને લાભ થશે. આ દિવસે તમને ધન કે સંપત્તિની પ્રાપ્તિ થઈ શકે છે. જો તમે એક વ્યવસાયના માલિક છો તો તમને આ યોગ દરમિયાન સારૂ રિટર્ન મળી શકે છે. આ દરમિયાન તમે નોકરીમાંથી તમારો ધંધો શરૂ કરી શકો છો. તમને અચાનક ધનલાભ થઈ શકે છે. 


કર્ક રાશિઃ કર્ક રાશિના જાતકો માટે ચંદ્રમા પ્રથમ ભાવનો સ્વામી છે અને બૃહસ્પતિ છઠ્ઠા ભાવ અને નવમાં ભાવનો સ્વામી હોય છે. આ ગ્રહ 10માં ઘરમાં એક સાથે આવશે. આ તેના કરિયર માટે સારો સમય હશે, ખાસ કરીને સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે. કર્ક રાશિના જાતકોને ધન લાભ થશે અને આ દરમિયાન શરૂ કરવામાં આવેલા કાર્યથી નાણાકીય લાભ પ્રાપ્ત થતો રહેશે. જો તમે વ્યવસાહ કરી રહ્યાં છો તો, એક નવો પ્રોજેક્ટ શરૂ કરવો કે એક નવા સોદા પર સહી કરવી તમને ખુબ આગળ લઈ જશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને નાણાકીય સ્થિતિ સારી થશે. 


આ પણ વાંચોઃ 7 જુલાઈથી 5 રાશિના જાતકો પર થશે શુક્ર દેવની કૃપા, ધનલાભ અને કરિયરમાં પ્રગતિનો યોગ


ધન રાશિઃ ધન રાશિના જાતકો માટે ચંદ્રમા આઠમાં ઘર પર શાસન કરે છે અને બૃહસ્પતિ પ્રથમ ઘર અને ચોથા ઘરનો સ્વામી બની જાય છે. તે 5માં ઘરમાં એક સાથે આવશે. વેપાર સાથે જોડાયેલા ધન રાશિના જાતકો નફો મેળવવા સક્ષમ થઈ શકે છે. આર્થિક લાભ માટે સારો સમય છે. તમારા પૈસા ક્યાંય ફસાયેલા છે તો પરત મળવાની સંભાવના છે. જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છો તો તમને આવકનો નવો સ્ત્રોત કે અચાનક ધનલાભ થવાની સંભાવના છે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube