જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચંદ્રમા સૌથી ઝડપી ગતિથી ગોચર કરતો ગ્રહ છે. તે એક રાશિમાં લગભગ અઢી દિવસ સુધી રહે છે. આવામાં ચંદ્રમા કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કરે છે. ત્યારે શુભ અને અશુભ ગ્રહોનું નિર્માણ થતું રહે છે. આ કડીમાં ચંદ્રમા જ્યારે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ સાથે યુતિ કરે છે ત્યારે ખુબ શક્તિશાળી યોગનું નિર્માણ થાય છે. જેને ગજકેસરી યોગ કહે છે. નવેમ્બર મહિનામાં જલદી ચંદ્રમા અને ગુરુની યુતિ થશે. જેનાથી આ રાજયોગનું નિર્માણ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગજકેસરી રાજયોગ
અત્રે જણાવવાનું કે હાલ ગુરુ વૃષભ રાશિમાં છે ત્યારે આવામાં આવનારી 16 તારીખે ચંદ્રમા પણ આ રાશિમાં આવશે. જેનાથી ગજકેસરી યોગ બની રહ્યો છે. આવામાં કેટલાક રાશિવાળાનું ભાગ્ય ચમકી શકે છે. ગુરુ અને ચંદ્રમાની યુતિથી બનેલો ગજકેસરી યોગ કઈ રાશિઓનું ભાગ્ય ચમકાવશે તે ખાસ જાણો. વૈદિક પંચાંગ મુજબ ચંદ્રમાએ 15 નવેમ્બરે સવારે 3.16 વાગ્યે વૃષભ રાશિમાં પ્રવેશ કરી લીધો છે. જ્યાં પહેલેથી જ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ બિરાજમાન છે. આવામાં ગુરુ અને ચંદ્રમાની યુતિથી ગજકેસરી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ સાથે જ 17 નવેમ્બરે સવારે 4.31 વાગ્યા સુધી આ રાજયોગ રહેશે. 


વૃષભ રાશિ
વૃષભ રાશિના લગ્ન ભાવમાં ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં ખુબ સફળતાની સાથે ધનલાભ થઈ શકે છે. જીવનમાં અનેક ખુશીઓનું આગમન થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. વાહન, સંપત્તિ ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. અચાનક ધનલાભના યોગ છે. કરિયરના ક્ષેત્રમાં પણ તમે ખુબ લાભ કમાઈ શકો છો. તમારા કામને બિરદાવવામાં આવી શકે છે. તમારી લગન અને મહેનત જોઈને વરિષ્ઠ અધિકારીઓ અને સહકર્મીઓનો પૂરેપૂરો સાથ મળશે. વેપારીઓને પણ વેપાર ધંધામાં લાભના એંધાણ છે. પાર્ટનરશીપમાં ચાલતા બિઝનેસમાં લાભ  થઈ શકે છે. માતા લક્ષ્મીની વિશેષ કૃપા થશે. 


કર્ક રાશિ
કર્ક રાશિમાં ગુરુ અને ચંદ્રમાની યુતિ અગિયારમાં ભાવમાં થઈ રહી છે. આવામાં આ રાશિના જાતોકને પણ અથાગ ધન પ્રાપ્તિ થઈ શકે છે. ગુરુની કૃપાથી તમને સારું રિટર્ન મળી શકે છે. ખુબ  લાભ પ્રાપ્ત થઈ શકે છે. કરિયરના ક્ષેત્રમાં પણ તમને પદોન્નતિ મળી શકે છે. વેપારમાં ખુબ લાભ થઈ શકે છે. નવા બિઝનેસની શરૂઆત પણ થઈ શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો તમને ખુબ ધનલાભના પ્રબળ યોગ છે. બચત કરવામાં સફળ રહી શકો છો. પાર્ટનર સાથે સારો સમય વિતશે. 


વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ ગજકેસરી યોગ થોડો લાભકારી સિદ્ધ થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. પરિવાર સાથે લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે. કરિયરમાં તમને ખુબ નામના મળી શકે છે. ચોથા ભાવમાં ગજકેસરી યોગ બનવાથી આ રાશિના જાતકોને કરિયરમાં ઊંચો મુકામ મળી શકે છે. બિઝનેસના ક્ષેત્રમાં પણ ખુબ લાભ થઈ શકે છે. ઉચ્ચ શિક્ષણ મેળવવાના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. 


Disclaimer: 
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.