Guru Gochar 2024: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દેવગુરુ બૃહસ્પતિ શુભ ગ્રહ છે. ગુરુ ગ્રહનું ગોચર જ્યોતિષશાસ્ત્રમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિ ગ્રહ પછી સૌથી મંદ ગતિએ ગુરુ રાશિ બદલે છે. એક રાશિમાં ગુરુ 13 મહિના સુધી ભ્રમણ કરે છે અને પછી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ગુરુનું રાશિ પરિવર્તન પણ બધી જ રાશિના લોકોને અસર કરે છે. આ અસર પણ લાંબા સમય સુધી ચાલે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: અખાત્રીજ પર આ રાશિઓને મળશે માં લક્ષ્મીના આશીર્વાદ, રાતોરાત બની શકે છે કરોડપતિ


વર્ષ 2024 માં ગુરુ શુક્રની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે. જ્યોતિશાસ્ત્ર અનુસાર 1 મે 2024 ના રોજ બપોરે 2.29 મિનિટે મેષ રાશિમાંથી નીકળી ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રની રાશિ વૃષભમાં ગુરુનો પ્રવેશ થતાં કેટલીક રાશિના લોકોને એક 1 થી વિશેષ લાભ મળવાની શરૂઆત થઈ જશે. 1 મે થી તેર મહિના સુધી આ રાશિના લોકોને ભાગ્ય સાથ આપશે. તો ચાલો તમને જણાવીએ કઈ છે આ રાશિઓ. 


ગુરુના રાશિ પરિવર્તનથી આ રાશિઓને મળશે લાભ


આ પણ વાંચો: Angarak Yog 2024: મીન રાશિમાં બન્યો અંગારક યોગ, 1 જૂન સુધી આ રાશિઓ પર રહેશે સંકટ


વૃષભ રાશિ 


ગુરુનું ગોચર આ રાશિના પ્રથમ ભાવમાં થઈ રહ્યું છે. તેથી આ રાશિ માટે ગુરુ વિશેષ લાભકારી સાબિત થશે. આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. મનની બધી જ ઈચ્છાઓ આ સમય દરમિયાન પૂરી થશે. સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થશે. નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે. વિદેશ યાત્રાના પણ યોગ બની રહ્યા છે. આગામી 13 મહિના દરમિયાન ભાગ્ય ઉત્તમ રહેશે. 


આ પણ વાંચો: ક્યારેય ફેલ નથી જતા કાળી હળદરના આ ટોટકા, આર્થિક સ્થિતિ ખરાબ હોય તેમના માટે ચમત્કારી


મિથુન રાશિ 


મિથુન રાશિના દ્વાદશ ભાવમાં એટલે કે 12માં ભાવમાં ગુરુ ગોચર કરશે. આ ભાવમાં બિરાજમાન ગુરુની દ્રષ્ટિ ચતુર્થ, છઠ્ઠા અને આઠમા ભાવ પર રહેશે. જેના કારણે સમાજમાં માન સન્માન વધશે. જીવનમાં સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. આ સમય દરમિયાન ખર્ચા પણ વધી શકે છે. નોકરી કરતા લોકોને નવી નોકરીમાં સારી તકો પ્રાપ્ત થશે. 


આ પણ વાંચો: Shani Vakri 2024: 1 મહિના બાદ શનિ થશે વક્રી, 3 રાશિવાળા પર છપ્પરફાડ ધન વરસશે


કર્ક રાશિ 


કર્ક રાશિના લોકો માટે પણ ગુરુનું ગોચર વરદાન સમાન સાબિત થશે. ગુરુના ગોચરથી કર્ક રાશિના લોકોની ઈચ્છાઓ પૂરી થશે. વ્યવસાયમાં ઇચ્છિત લાભની પ્રાપ્તિ થશે. બૃહસ્પતિનું ગોચર ઘરમાં નવા મહેમાનના આગમનના સમાચાર લાવી શકે છે. ગુરુના પ્રભાવથી વૈવાહિક જીવનમાં પણ સુખ અને આનંદની સ્થિતિ રહેશે. 


આ પણ વાંચો: Mars Transit in Aries: મેષ રાશિમાં મંગળના પ્રવેશથી પલટી મારશે 3 રાશિઓનું ભાગ્ય


મકર રાશિ 


ગુરુનું ગોચર મકર રાશિના પંચમ ભાવમાં થશે. જેના કારણે આ રાશિના લોકોને પ્રેમ અને સંતાન સુખ પ્રાપ્ત થશે. દેવગુરુ બૃહસ્પતિનું આ ગોચર મકર રાશિના લોકોને ખુશખબરી આપી શકે છે. જે જાતકોના લગ્ન નથી થયા તેમને વિવાહનો પ્રસ્તાવ પણ આવી શકે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)