Guru Gochar 2024: 1 મે 2024 થી આ રાશિઓનું ભાગ્ય પલટી મારશે, 1 વર્ષ સુધી બે હાથે ભેગું કરશે ધન
Guru Gochar 2024: 1 મે 2024 ના રોજ ગુરુ ગોચર કરી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. હાલ ગુરુ મેષ રાશિમાં ગોચર કરે છે. ગુરુ ગ્રહનું આ ગોચર દરેક રાશિને અસર કરશે. ખાસ કરીને વૈવાહિક જીવન, આર્થિક સ્થિતિ, જ્ઞાન અને માન સન્માન પર અસર થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર 12 વર્ષ પછી ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.
Guru Gochar 2024: ગુરુ ગ્રહ ધન અને મીન રાશિનો સ્વામી ગ્રહ છે. કર્ક રાશિ ગુરુની ઉચ્ચ રાશિ છે. ગુરુ ગ્રહ વર્ષમાં એક વખત રાશિ પરિવર્તન કરે છે. 1 મે 2024 ના રોજ ગુરુ ગોચર કરી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. હાલ ગુરુ મેષ રાશિમાં ગોચર કરે છે. ગુરુ ગ્રહનું આ ગોચર દરેક રાશિને અસર કરશે. ખાસ કરીને વૈવાહિક જીવન, આર્થિક સ્થિતિ, જ્ઞાન અને માન સન્માન પર અસર થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર 12 વર્ષ પછી ગુરુ ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહના આ રાશિ પરિવર્તનથી ત્રણ રાશિના લોકોને અત્યંત લાભ થવાનો છે. તો ચાલો જાણીએ કઈ છે એ ત્રણ લકી રાશિ.
ગુરુના ગોચરથી 3 રાશિને થશે શુભ અસર
આ પણ વાંચો: Guruwar Tulsi Upay: દર ગુરુવારે કરવો તુલસી સંબંધિત આ ઉપાય, ઘરમાં ધનની આવક બમણી થશે
મેષ રાશિ
મેષ રાશિમાંથી નીકળીને ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે ગુરુ ગ્રહનું આ રાશિ પરિવર્તન મેષ રાશિ માટે વરદાન સમાન સાબિત થશે. મેષ રાશિના લોકોને ધન પ્રાપ્તિની નવી નવી તકો મળશે. કાર્યમાં સફળતા મળશે. સંતાન સુખ પ્રાપ્ત થશે. વૈવાહિક જીવનમાં ખુશાલી આવશે. નવી નોકરી મળી શકે છે.
આ પણ વાંચો: નવરાત્રી દરમિયાન આ પાઠ કરવાથી પ્રસન્ન થાય છે માં દુર્ગા, જાણો પાઠ કરવાના નિયમો
વૃષભ રાશિ
વૃષભ રાશિમાં જ ગુરુ ગ્રહ પ્રવેશ કરશે જેથી આ રાશિના લોકોને પણ લાભ આખું વર્ષ મળતો રહેશે. સફળતા પ્રાપ્ત કરવાની નવી નવી તકો મળશે. આવકના નવા સ્ત્રોત બનશે. વર્ક પ્લેસ પર માન સન્માન વધશે. લોકપ્રિયતા વધશે. જીવનમાં સકારાત્મક બદલાવ આવશે.
કર્ક રાશિ
કર્ક રાશિ માટે પણ આ ગોચર લાભકારક રહેશે. કાર્યમાં ભાગ્યનો સાથ મળશે. જીવનમાં સુખ સમૃદ્ધિ વધશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. આવકમાં વધારો થવા લાગશે. પારિવારિક જીવન સારું રહેશે. ધર્મમાં રુચિ વધશે.
આ પણ વાંચો: Mangalwar Upay: મંગળવારે કરો આ 5 ઉપાય, હનુમાનજી ગણતરીના દિવસોમાં મનોકામના કરશે પુરી
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)