Guru Gochar 2024: જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. દેવગુરુ બૃહસ્પતિ જ્ઞાન, સંતાન, પુણ્ય, લગ્નજીવનનો કારકગ્રહ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહે 1 મેના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. વર્ષ 2024 દરમિયાન વૃષભ રાશિમાં જ ગુરુ ગોચર કરશે જેનાથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ થવાનો છે. એમ કહી શકાય કે વર્ષ 2024 આ રાશિઓ માટે અનુકૂળ સાબિત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 વર્ષ સુધી આ રાશિઓને થશે લાભ


આ પણ વાંચો: શનિવારે રાત્રે ગુપ્ત રીતે જેણે કર્યા આ કામ તેનો થયો બેડોપાર, શનિ દોષથી મળે મુક્તિ


મેષ રાશિ 


જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિમાંથી નીકળીને ગુરુ ગ્રહે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે ત્યારે મેષ રાશિના લોકો માટે હવે પછીનો સમય શુભ રહેવાનો છે. નોકરી અને વેપાર માટે આ સમય વરદાન સમાન રહેશે. આ સમય દરમિયાન આર્થિક લાભ થશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. પરિવાર સાથે સમય પસાર કરવા મળશે. 


આ પણ વાંચો: Kitchen Vastu: રસોડામાં આ 6 નિયમોનું પાલન થાય તે જરૂરી, નહીં તો જીવનમાં વધે સમસ્યાઓ


વૃષભ રાશિ 


ગુરુના રાશિ પરિવર્તનથી આત્મવિશ્વાસમાં વધારો થશે. નોકરી અને વેપારમાં લાભ થશે. આ સમય દરમિયાન કરેલા કાર્યોના વખાણ થશે. ધન લાભ થશે. આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. 


મિથુન રાશિ 


જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિથુન રાશિના લોકોને પણ આ સમય દરમિયાન વિશેષ લાભ થશે. વેપારમાં નફો થશે અને કાર્યક્ષેત્રમાં કરેલી મહેનત પણ ફળ આપશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરવા માટે શુભ સમય. નોકરી કરતા લોકો માટે આ સમય સારો છે. 


આ પણ વાંચો: આ ભૂલો કરનાર પર તૂટી પડે છે શનિદેવનો ક્રોધ, શનિ જયંતિ પર તો ભૂલથી પણ ન કરતાં આ કામ


સિંહ રાશિ 


દાંપત્ય જીવનમાં સુખ વધશે. કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. જે લોકો આર્થિક તંગીથી પરેશાન હતા તેમને આર્થિક લાભ થશે. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)