Guru Gochar 2024: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુ બૃહસ્પતિ 1 જુલાઈના રોજ રાશિ પરિવર્તન કરશે. આ દિવસે બૃહસ્પતિ ગ્રહ મેષ રાશિથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહના વૃષભ રાશિમાં ગોચર કરવાથી કેટલીક રાશિઓને લાભ તો કેટલીક રાશિઓને હાનિ થઈ શકે છે. કેટલાકે સાવધાન રહેવાની પણ જરૂર છે. અત્રે જણાવવાનું કે ગુરુને તમામ ગ્રહોમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. એવું મનાય છે કે જે લોકો પર ગુરુની કૃપા થાય તેમનું ભાગ્ય બદલાઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુ ગ્રહને જ્ઞાન, શિક્ષક, સંતાન, મોટાભાઈ, શિક્ષણ,  ધાર્મિક કાર્યો, દાન પુણ્ય, પવિત્ર સ્થાન અને ધન વૃદ્ધિના કારક ગ્રહ કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગુરુ ગ્રહ 27 નક્ષત્રોમાં પુર્નવસુ, વિશાખા  અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રના સ્વામી છે. 1 જુલાઈથી કઈ કઈ રાશિઓ પર પ્રભાવ પડશે તે ખાસ જાણો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા લોકોને આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. આ સાથે જ નવું વાહન કે મકાન ખરીદવાનો પ્લાન બની શકે છે. ગુરુ ગ્રહની કૃપાથી તમામ કાર્યોમાં સફળતા મળશે. આ સાથે જ વૈવાહિક જીવનમાં ખુશહાલી રહેશે. કોઈ પણ કાર્યમાં પરિવારનો ભરપૂર સાથ મળશે. 


બુધે બનાવ્યા 2 શક્તિશાળી રાજયોગ, આ 3 રાશિને સફળતાના શિખરે પહોંચાડશે, બંપર ધનલાભ થશે


સિંહ રાશિ
સિંહ રાશિવાળા લોકોને ગુરુ ગ્રહનું રાશિ પરિવર્તન ધનલાભ કરાવશે. અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકે છે. જેનાથી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. સિંહ રાશિવાળા લોકોનું ભાગ્ય ખુબ સાથ આપશે. આ સમયગાળો તેમના માટે કોઈ વરદાનથી કમ નથી. કૌટુંબિક જીવન સુખમય રહેશે. સમાજમાં માન સન્માન વધશે. નોકરીયાતોને પ્રમોશન મળી શકે છે. 


મંગળ-શુક્રની યુતિ 3 રાશિને કરશે માલામાલ, 7 માર્ચ સુધીમાં સંપત્તિમાં થશે બંપર વધારો


ધનુ રાશિ
ગુરુ ગ્રહના રાશિ પરિવર્તનથી ધનુ રાશિવાળાને શુભ ફળ મળશે. ધનુ રાશિવાળાને અચાનક ધનલાભ થશે. આ સાથે જ આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે. સમાજમાં માન સન્માન મળશે. નોકરી અને કારોબારમાં વિસ્તાર થવાની શક્યતા છે. જે લોકો વેપાર કરી રહ્યા છે તેમને ડબલ ફાયદો થઈ શકે છે. દાંપત્ય જીવનમાં ખુશહાલી રહેશે. તમામ કાર્યોમાં સફળતા મળશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube