બહુ જલદી બનશે અત્યંત શુભ યોગ, 3 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે, નવી નોકરી સાથે બંપર ધનલાભ થશે
એક ગુરુની બીજા ગુરુની રાશિમાં જવાથી તમામ રાશિ પર તેની અસર જોવા મળશે. ગુરુના વૃષભ રાશિમાં પ્રવેશવાથી કુબેર નામનો યોગ બનશે. વૃષભ રાશિમાં કુબેર યોગ બનવાથી કેટલીક રાશિના જાતકોને બંપર ધન સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે.
દેવગુરુ બૃહસ્પતિ એક ચોક્કસ સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. હાલ દેવગુરુ મેષ રાશિમાં છે. 1 મેના રોજ ગુરુ શુક્રની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે. એક ગુરુની બીજા ગુરુની રાશિમાં જવાથી તમામ રાશિ પર તેની અસર જોવા મળશે. ગુરુના વૃષભ રાશિમાં પ્રવેશવાથી કુબેર નામનો યોગ બનશે. વૃષભ રાશિમાં કુબેર યોગ બનવાથી કેટલીક રાશિના જાતકોને બંપર ધન સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
વૃષભ રાશિ
વૃષભ રાશિના લગ્ન ભાવમાં કુબેર યોગ બનશે. આવામાં આ રાશિના જાતકોની ભૌતિક સુખોની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. વ્યવસાયિક જીવનમાં અપાર સફળતા સાથે પ્રગતિના યોગ બની રહ્યા છે. શુક્ર અને ગુરુના કારણે આ રાશિના જાતકોની કરિયરમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. કરિયરમાં પ્રગતિની સાથે ઈન્ક્રીમેન્ટ અને બોનસ મળી શકે છે. તમે આત્મવિશ્વાસથી ભરેલા રહેશો, જેનાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. આર્થિક જીવન પણ સારું રહેશે. પૈસાનું મેનેજમેન્ટ સારી રીતે થશે. પૈસા સંબંધી કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. ખોટા ખર્ચામાંથી છૂટકારો મળશે. સંબંધોમાં મજબૂતાઈ જોવા મળશે. શારીરિક અને માનસિક સમસ્યાઓમાંથી થોડો આરામ મળશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો પર ગુરુદેવની વિશેષ કૃપા રહેશે. સંતાન સંબંધિત શુભ સમાચાર મળી શકે છે. આધ્યાત્મ તરફ ઝૂકાવ વધી શકે છે. ભાઈ કે કોઈ અન્ય સાથે ભાગીદારીમાં ધંધો શુભ ફળ આપી શકે છે. ઘર પરિવારમાં સમૃદ્ધિ આવશે. મનમાં શાંતિ રહેશે અને આવકના નવા સ્ત્રોત ખુલશે. વેપાર સંલગ્ન કેટલીક મુસાફરી કરવી પડી શકે છે. અગિયારમાં ભાવમાં કુબેર યોગ બનવાથી આર્થિક સ્થિતિ સારી રહેશે. બિઝનેસને વધારવા માટે અનેક તકો મળી શકે છે. નોકરીયાતોને સીનિયરોનો સહયોગ અને પ્રશંસા મળશે. આવામાં તમને પદોન્નતિ અને બોનસ પણ મળી શકે છે. લવ લાઈફની વાત કરીએ તો પાર્ટનર સાથે સારો સમય વિતશે.
કન્યા રાશિ
કુબેર યોગ કન્યા રાશિના જાતકો માટે ખુબ શુભ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને અપાર ધન સંપત્તિ મળી શકે છે. આ ઉપરાંત ભૌતિક સુખોમાં કમી જોવા મળશે નહીં. કરિયરમાં સકારાત્મક પ્રભાવ જોવા મળશે. પ્રગતિ થશે. પરિવાર સાથે સારો સમય વીતશે. આધ્યાત્મ તરફ તમારો ઝૂકાવ રહેશે. કામના સિલસિલામાં વિદેશ મુસાફરી કરી શકો છો. મહેનત કરતી વખતે થોડું ધ્યાન આપો કે તમારા માટે આ ફાયદાકારક રહેશે કે નુકસાનકારક. પરિવાર સાથે સારો સમય વીતશે. સમાજમાં માન સન્માન વધશે. ઉચ્ચ અધિકારી, વરિષ્ઠ અધિકારી તમારા કામથી ખુશ થઈ શકે છે. કામના મામલે ભાગદોડ વધી શકે છે. ફ્રીલાન્સર, ફીલ્ડવર્ક કરનારા જાતકોને લાભ મળી શકે છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તક મળી શકે છે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકોને ખુબ લાભ મળી શકે છે. લોકો તમારી વાત સાંભળશે. પરંતુ ગુરુ નવમાં ભાવમાં રહેશે અને દસમા ભાવમાં કોઈ ગ્રહ આવી જાય તો તમારા જીવનમાં ગુરુનું સારું પરિણામ જોવા મળશે નહીં. આવામાં જો તે દસમા ભાવમાં કોઈ ગ્રહ આવી જાય તો તે સંબંધિત ઉપાય જરૂર કરો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube