જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ નિશ્ચિત સમયે એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે ગોચર કરે છે. જેને ગ્રહોનું રાશિ પરિવર્તન કે ગોચર કહે છે. ગ્રહોના આ ગોચરની તમામ રાશિઓ પર સારી કે ખરાબ અસર પડતી હોય છે. અત્રે જણાવવાનું કે 12 વર્ષ બાદ દેવગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જેનો સારો પ્રભાવ 3 રાશિ પર જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્ર મુજબ દેવગુરુ બૃહસ્પતિ હાલ મેષ રાશિમાં છે અને 1 મે 2024ના રોજ રાશિ પરિવર્તન કરીને વૃષભ રાશિમાં ગોચર કરશે. આ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના જાતકોને ખુબ લાભ થશે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...


મેષ રાશિ
મેની શરૂઆતમાં બૃહસ્પતિનું રાશિ પરિવર્તન મેષ રાશિવાળા માટે ખુબ લાભદાયી રહેશે. જે લોકો નોકરી કરે છે તેમના માટે આ પરિવર્તન શુભ ફળ આપનારું રહેશે. અચાનક સ્થાન પરિવર્તન થઈ શકે છે. આવકમાં પણ વધારો થશે. વેપારમાં નફો થશે. 


કર્ક રાશિ
વૃષભ રાશિમાં બૃહસ્પતિનું ગોચર કર્ક રાશિવાળા માટે અનુકૂળ સાબિત થશે. ગોચર દરમિયાન કર્ક રાશિવાળાની કરિયરમાં બદલાવ જોવા મળશશે. આ સાથે જ નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. જે લોકો દૂર રહીને અભ્યાસ કરે છે તેમને સારા સમાચાર મળી શકે છે. 


સિંહ રાશિ
સિંહ રાશિવાળા માટે ગુરુનું ગોચર કરિયરમાં તથા વેપારમાં પ્રગતિ લાવનારું રહેશે. પૈતૃક સંપત્તિથી ધનનો લાભ થશે. આ સાથે જ નોકરી અને કારોબારમાં ખુબ પ્રગતિ થશે. ગુરુ બૃહસ્પતિની કૃપાથી તમામ કાર્યોમાં સફળતા મળશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)