Guru Mangal Yuti: નવગ્રહ તેના નિશ્ચિત સમયે રાશિચક્રની 12 રાશિમાં ભ્રમણ કરે છે. રાશિઓમાં ગોચર કરતી વખતે અલગ અલગ ગ્રહ અલગ અલગ યોગ અને યુતિનું નિર્માણ કરતા હોય છે. ગ્રહોની યુતીની અસર દેશ-દુનિયા પર પણ જોવા મળે છે. ઓગસ્ટ મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. ઓગસ્ટ મહિનામાં દેવગુરુ બૃહસ્પતિ અને મંગળ વિશેષ યોગ બનાવશે. જેની સકારાત્મક અસર ત્રણ રાશિવાળા પર જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ગુરુ મૃગશિરા નક્ષત્રમાં કરશે પ્રવેશ, આ રાશિના દરેક કામ થશે સફળ, ધનલાભના પણ પ્રબળ યોગ


જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિ અને ગ્રહોના સેનાપતિ મંગળનું વિશેષ મહત્વ છે. બંને પ્રભાવશાળી ગ્રહ છે. ગુરુ ગ્રહ ધર્મ, જ્ઞાન, ધન, વૈવાહિક સુખ, સંતાન અને પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે. જ્યારે મંગળ ઉર્જા, સાહસ, ક્રોધ, ભૂમિ, ભાઈ અને વાહનનો કારક ગ્રહ છે. જ્યારે પણ આ બે ગ્રહ રાશિ પરિવર્તન કે નક્ષત્ર પરિવર્તન કરે છે તો તેની અસર દરેક રાશિ પર થાય છે. 


ઓગસ્ટ મહિનામાં આ બે શક્તિશાળી ગ્રહ એકબીજાથી શૂન્ય ડિગ્રી પર રહી ખાસ યુતી બનાવી રહ્યા છે. ગુરુ અને મંગળની આ યુતિથી દ્રષ્ટિ યોગનું નિર્માણ થયું છે. આ યોગની અસર દરેક રાશિ પર થશે પરંતુ ત્રણ રાશિ એવી છે જેમના જીવનમાં આ યુતિ સકારાત્મક પરિવર્તન લાવશે. 


આ પણ વાંચો: કન્યા રાશિમાં શુક્ર અને કેતુનું થશે મિલન, આ રાશિવાળા લોકોના જીવનમાં થશે મોટા ફેરફાર


ગુરુ મંગળનો દ્રષ્ટિ યોગ આ 3 રાશિ માટે શુભ 


વૃષભ રાશિ 


દ્રષ્ટિ યોગ સર્જાતા આર્થિક સમસ્યાઓ દૂર થવાના પ્રબળ યોગ છે. ખર્ચા પર કંટ્રોલ આવશે. માનસિક ચિંતા દૂર થશે. સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે. ધીરજથી કામ લેવું. વેપારીઓને લાભ થશે. કારર્કિદી સંબંધિત બાધાઓ દૂર થશે. ઘરના વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થશે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. 


આ પણ વાંચો: Daridra Yog: ઓગસ્ટ મહિનામાં શુક્ર બનાવશે દરિદ્ર યોગ, 3 રાશિના ખિસ્સા થઈ શકે છે ખાલી


કર્ક રાશિ 


વેપારમાં ધનલાભ થવાથી આર્થિક સંપન્નતા વધશે. નોકરી કરતા લોકોને પગાર વધારાનો લાભ મળી શકે છે. કોર્ટ કચેરીના કેસથી છુટકારો મળશે. કોઈ રોગ કે ઇન્ફેક્શન હોય તો તેનાથી મુક્તિ મળશે. માનસિક ચિંતાઓ દૂર થવા લાગશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય. આવક વધશે. 


આ પણ વાંચો: 18 વર્ષ પછી એક રાશિમાં આવશે સૂર્ય અને કેતુ, આ યુતિથી 4 રાશિના લોકોને લાગશે લોટરી


કન્યા રાશિ 


વેપાર સંબંધિત યાત્રા પર જવાનું થઈ શકે છે. બિઝનેસમાં પાર્ટનરની હેલ્પથી વધારો થશે. મિત્રોના સહયોગથી અટકેલા કામ પુરા થશે. કારકિર્દીમાં સ્થિરતા આવશે. મન શાંત રહેશે. નોકરી કરતા લોકોને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. જમીન સંબંધિત વિવાદનો અંત આવશે. પારિવારિક સુખ વધશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)