Jupiter Retrograde 2022: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર દરેક વ્યક્તિ એક નિશ્વિત સમય પર ગોચર, વક્રી અને માર્ગી હોય છે. તાજેતરમાં દેવગુરુ બૃહસ્પતિ પોતાની જ રાશિ મીનમાં માર્ગી થતાં અને તે આ રાશિમાં પાંચ મહિના સુધી રહેવાનો છે. ત્યારબાદ ગુરૂ મેષ રાશિમાં પ્રવેશ કરી જશે. ગુરૂને ભાગ્ય, ઉચ્ચ શિક્ષણ, ધન, જ્ઞાન, સન્માનનું કારક ગણવામાં આવે છે. જો કોઇ જાતકની કુંડળીમાં ગુરૂ નબળો હોય છે, તો વ્યક્તિના જીવનમાં આ વસ્તુઓની અછતા થવા લાગે છે. એવામાં આ પાંચ મહિના ગુરૂના લાભ ઉઠાવવા માટે આ ઉપાયો કરવામાં આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂને મજબૂત કરવા માટે કરો આ કામ
કરો મંત્ર જાય

જો તમે જાતકની કુંડળીમાં ગુરૂની સ્થિતિ નબળી છે, તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે બાદ ગુરૂ મંત્ર ॐ बृं बृहस्पतये नमः મંત્રનો જાપ કરો. આ સાથે જ, કોઇ મંદિરમાં જઇને નિશુલ્ક સેવા કરો. તેનાથી કુંડળીમાં ગુરૂની સ્થિતિ મજબૂત થાય છે. 


આર્થિક સમસ્યાઓમાં છુટકારા માટે 
જો તમે ધન સંબંધી સમસ્યાઓથી પસાર થઇ રહ્યા છો, તો ગુરૂવારના દિવસે સ્નાન તથા ધ્યાન વગેરે બાદ કેળાના ઝાડમાં ગોળ અને પલાળેલી ચણાની દાળનો ભોગ બનાવો. સાથે જ ધીનો દીવો પ્રગટાવો અને લોટની લોઇમાં ચણાની દાળ, ગોળ અને હળદરનો પાવડર ખવડાવી. 


જીવનની બાધાઓ થશે દૂર
જીવનમાં આવી રહી છે સમસ્યા અને વિઘ્નોમાંથી છુટકારો મેળવવા માટે ગુરૂવારના દિવસે પૂજા કરો અને ગુરૂવારે દેવને ગંધ, પીળા ફૂલ, પીળા પકવાન, પીળા વસ્ત્રો, વગેરે અર્પિત કરો. એટલું જ નહી, પૂજા માટે પીળા રંગના વસ્ત્રો ધારણ કરો. તેનાથી વ્યક્તિને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તેનાથી વ્યક્તિનો ગુરૂ મજબૂત થાય છે અને ભાગ્યનો સાથ મળવા લાગે છે. 


સુખ-સમૃદ્ધિના વિકાસ માટે
જો તમે જીવનમાં સુખ-સમૃદ્ધિનો વિકાસ ઇચ્છો છો, તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો. સાથે જ હળદરની ગાંઠને પીળા રંગના દોરામાં બાંધો અને સીધા હાથની બાવડા પર બાંધી લો. ત્યારબાદ રાત્રે સૂતી વખતે ઓશિકા પર પાણી અને વરિયાળી રાખીને સૂઈ જાઓ. 


ગુરૂના શુભ પ્રભાવો માટે
કુંડળીમાં ગુરૂ ગ્રહના શુભ પ્રભાવો માટે 27 ગુરૂવાર સુધી કેસરનું તિલક કરો. આ સાથે જ પીળા રંગના કપડાંમાં કેસની પડીકી બાંધી લો અને હંમેશા પોતાની સાથે રાખો. આ ઉપરાંત ગુરૂને બળવાન બનાવવા માટે ઘરમાં સૂરજમુખીનો છોડ લગાવો. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી)