નવી દિલ્હીઃ Guru Gochar 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહનું પોતાનું મહત્વ છે. ગુરૂના ગોચરની દરેક રાશિના જીવન પર ખાસ પ્રભાવ પડવાનો છે. તેવામાં જે જાતકોની કુંડળીમાં ગુરૂ મજબૂત સ્થિતિમાં હોય છે તેને સુખ-સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થશે. નોંધનીય છે કે 22 એપ્રિલ 2023ના ગુરૂ ગ્રહ સવારે 3 કલાક 33 મિનિટ પર અશ્વિની નક્ષત્રના પ્રતમ ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. આ દરમિયાન ઘણી રાશિના જાતકોને વિશેષ લાભ થશે. જાણો આ રાશિઓ વિશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરૂ આ રાશિના પાંચમાં ભાવમાં હશે. આ દરમિયાન આ જાતકોનો ભાગ્યોદય થશે. ભાગ્યનો સાથ મળશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. કેતુના નક્ષત્રમાં ગુરૂનો પ્રવેશ વૈવાહિક જીવનમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. 


મિથુન રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન રાશિના અગિયારમાં ભાવમાં ગુરૂ બિરાજમાન થવાના છે. તેવામાં આ રાશિના જાતકોને નોકરી અને બિઝનેસમાં સફળતા મળશે. કરિયરમાં પ્રગતિનો પ્રબળ યોગ બની રહ્યો છે. લાંબા સમયથી અટવાયેલા કામ જલદી પૂરા થશે. આ સમયમાં પરિવારનો સાથ મળશે. 


આ પણ વાંચોઃ 24 એપ્રિલથી 3 રાશિના લોકો કહેશે ખુલ જા સિમ-સિમ, મળશે ખુશીઓનો ખજાનો


ધન રાશિ
ગુરૂના અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ આ રાશિના જાતકો માટે ફળયાદી હશે. નોકરી કરનાર લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. આ સાથે નવી નોકરી શોધી રહ્યાં છો તો સફળતા મળશે. વેપારમાં નફો મળવાની શક્યતા જોવા મળી રહી છે. સમાજમાં માન-સન્માન વધશે. સાથે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ સફળતા મળશે. 


મકર રાશિ
ગુરૂની દ્રષ્ટિ આ રાશિના જાતકોના બારમાં ભાવમાં પડવાની છે. તેવામાં ગુરૂનો અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરવો લાભકારી રહેશે. આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો મળી શકે છે. એટલું જ નહીં તમારા કામની પ્રશંસા થશે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. 


આ પણ વાંચોઃ મેષ રાશિમાં પંચગ્રહી યોગ, અખાત્રીજ પર આ 4 રાશિના જાતકોનું ચમકી જશે ભાગ્ય


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube