Jupiter Nakshatra Transit 2023: ગ્રહોની સ્થિતિમાં ફેરફારથી તમામ રાશિઓ માટે શુભ અશુભ સમય સર્જાતો હોય છે. ગુરુ હાલ 1 મે 2024 સુધી મેષ રાશિમાં રહેશે. ગુરુ નક્ષત્ર પણ બદલતા રહે છે અને જાતકો પર તેનો પ્રભાવ થતો રહે છે. ગુરુ ગ્રહ 21 જૂન 2023ના રોજ બપોરે 1.19 વાગે મેષ નક્ષત્ર ભરણીના બીજા તબક્કામાં પ્રવેશ્યો છે. ગ્રહ 27 નવેમ્બર 2023 સુધી આ સ્થિતિમાં રહેશે. ત્યારબાદ અશ્વિની નક્ષત્રના પહેલા તબક્કામાં પ્રવેશ કરશે. જાણો કઈ પાંચ રાશિઓને થશે લાભ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
બૃહસ્પતિના પંચમ ભાવમાં આવવાથી અને ભરણી નક્ષત્રમાં પ્રવેશ કરવાથી મેષ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે. નોકરીયાતોને નોકરીમાં પ્રગતિ મળશે અને કારોબારી લાભની સંભાવના વધશે. ધનલાભ માટે સમય અનુકૂળ છે અને લગ્નજીવનમાં શાંતિ રહેશે. જાતકોને માતા પિતાનો સહયોગ મળશે. ગોચર દરમિયાન મુસાફરી અને રજાઓની સંભાવના પ્રમુખ છે. 


મિથુન રાશિ
જેવો બૃહસ્પતિ ભરણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે મિથુન રાશિવાળાનું ભાગ્ય સર્વોત્તમ પરિણામો માટે ચમકી ઉઠશે. જાતકોની રચનાત્મક કાર્યોમાં રૂચિ વધશે અને રચનાત્મક કાર્યોમાં સામેલ થશે. દાંપત્ય જીવનમાં ખુશીઓ વધશે અને દાંપત્ય જીવનમાં તણાવ ઓછો થશે. આ સમયગાળામાં નાણાકીય લાભની સંભાવના રહેશે અને નોકરી સંબંધિત ચિંતાઓને ઠીક કરવાનો સમય આવી ગયો છે. 


કર્ક રાશિ
કર્ક કુંડળીમાં બૃહસ્પતિ છઠ્ઠા અને નવમાં ઘરનો સ્વામી છે. આ સમયગાળા દરમિયાન જીવનમાં નવી ચીજોને અજમાવવાનો સમય રહેશે. કારણ કે ભાગ્ય જાતકોને સાથ આપશે. તેનાથી લોકોના જીવનમાં ખુબ ખુશીઓ આશે. વૈવાહિક જીવન સ્થિર રહેશે. કરિયરમાં સફળતા મળવાની અને નોરીમાં પદોન્નતિ મળવાની સંભાવના વધુ રહેશે. વેપારમાં યોગ્ય રોકાણ કરવા માટે પણ સમય અનુકૂળ છે. 


તુલા રાશિ
ગુરુ ગોચરથી તુલા રાશિના જાતકો માટે સમય બદલાઈ રહ્યો છે અને આ સમય જીવનમાં સફળતા માટે નવા પગલાં ભરવાનો રહેશે. આ સમયગાળા દરમિયાન તમારી કરિયરમાં તમારી પ્રગતિ આશા મુજબ રહેશે અને નોકરી જીવનમાં પ્રગતિ થશે. બીમારી કે ગંભીર પરેશાનીઓથી બહાર આવવાની સંભાવના વધુ છે. આ સમયગાળા દરમિયાન લોકો પોતાની નોકરી પણ બદલી શકે છે અને વ્યવસાયિકોન કામના માહોલમાં પ્રતિષ્ઠા મળશે. 


ધનુ રાશિ
ધનુ રાશિ માટે બૃહસ્પતિનું ગોચર અત્યંત ફળદાયક રહેશે. તે તમારી ઓફિસમાં પદોન્નતિ મેળવવા અને વ્યવસાયિક ગતિવિધિઓમાં આગળ વધવાનો સમય રહેશે. તમારા લગ્નજીવનમાં પ્રેમનું આગમન થશે અને પગાર વધારાની સંભાવના પણ છે. રોકાણ પર યોગ્ય નિર્ણય લઈ શકો છો. તેનાથી યોગ્ય પરિણામ પણ મેળવી શકો છો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)