Guru Nakshatra Parivartan: હિન્દુ ધર્મમાં રામનવમી મુખ્ય તહેવારમાંથી એક છે. માન્યતા છે કે આ દિવસે પ્રભુ શ્રીરામે વિષ્ણુજીના સાતમાં અવતારના રૂપમાં જન્મ લીધો હતો. ધાર્મિક માન્યતા અનુસાર ચૈત્ર મહિનાની સુદ નવમ તિથિએ અયોધ્યામાં ભગવાન રામે રાજા દશરથને ત્યાં જન્મ લીધો હતો. તેથી આ શુભ દિવસે પ્રભુ શ્રીરામની પૂજા-આરાધનાનું ખુબ મહત્વ છે.  આ વર્ષે 17 એપ્રિલે રામનવમી ઉજવવામાં આવશે. આ દિવસે દેવગુરૂ બૃહસ્પતિ બપોરે 2 કલાક 57 મિનિટ પર ભરણી નક્ષત્રમાંથી નિકળી કૃતિકા નક્ષત્રમાં ગોચર કરવાના છે. જેના શુભ પ્રભાવથી કેટલાક જાતકોને લાભ થશે. આવો જાણીએ રામનવમીના દિવસે ગુરૂ નક્ષત્ર પરિવર્તનથી કયાં જાતકોનો ભાગ્યોદય થશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
આર્થિક સ્થિતિ પહેલાંથી સારી થશે.
ઘરમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન સંભવ છે.
ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે.
લગ્ન જીવનમાં ખુશીઓ આવશે.
દરેક કાર્યમાં સકારાત્મક પરિણામ મળશે. 


સિંહ રાશિ
રામનવમીથી સિંહ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થશે.
ભાગ્યનો સાથ મળશે. બધા સપના સાકાર થશે.
સારા પેકેજની સાથે નવી નોકરીની ઓફર મળશે.
ઘરમાં માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે.
પ્રોફેશનલ લાઇફમાં સફળતા મળશે.


આ પણ વાંચોઃ Sun Transit: આવનારા 30 દિવસ આ જાતકો માટે વરદાન સમાન, સૂર્ય ચમકાવશે ભાગ્ય


તુલા રાશિ
સ્વાસ્થ્ય પહેલાં કરતા સારૂ થશે.
આર્થિક સ્થિતિ મજબૂત થશે.
ધન-સંપત્તિમાં વૃદ્ધિનો યોગ બનશે.
કાર્યોમાં વિઘ્નો દૂર થશે.
જમીન કે વાહન ખરીદી શકો છો. 


વૃશ્ચિક રાશિ
નોકરી-કારોબારમાં પ્રગતિ કરશો.
વેપારમાં ધન લાભની નવી તક મળશે.
કરિયરમાં નવી ઊંચાઈઓ હાસિલ કરશો.
લાંબા સમયથી બાકી નાણા પરત મળશે.
સંતાન પક્ષથી શુભ સમાચાર મળશે.


ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.