વૈદિક જ્યોતિષમાં ગુરુ ગ્રહને દેવતાઓનો ગુરુ માનવામાં આવ્યો છે. આ સાથે જ ગુરુ ગ્રહ સમૃદ્ધિ, માન-સન્માન, પ્રતિષ્ઠા, વૈભવ, જ્ઞાન અને ગુરુનો કારક માનવામાં આવે છે. આથી જ્યારે પણ ગુરુ ગ્રહની ચાલમાં ફેરફાર થાય છે ત્યારે આ સેક્ટરો પર ખાસ પ્રભાવ જોવા મળતો હોય છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2024 શરૂ થતા પહેલા ગુરુ ગ્રહ માર્ગી થઈને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવી રહ્યો છે. જેનો પ્રભાવ તમામ રાશિઓના જાતકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેને વર્ષ 2024 પહેલા પુષ્કળ ધન પ્રાપ્તિ થઈ શકે છે. એટલે કે આ લોકોનું ભાગ્ય ખુલી શકે છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંહ રાશિ
તમારા માટે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી નવમ  ભાવ પર માર્ગી થવા જઈ રહ્યો છે. આથી આ સમય  તમારા માટે ભાગ્યોદયનો હોઈ શકે છે. આ સાથે જ તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. તમે  કોઈ નાનો મોટો પ્રવાસ કરી શકો છો જે તમારા મટે શુભ સાબિત થઈ શકે છે. સિંહ રાશિના લોકો રૂપિયા-પૈસા અને ધન દૌલતના મામલે પણ ખુબ લકી સાબિત થશે. વિદ્યાર્થીઓ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઈ શકે છે. 


ધનુ રાશિ
કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનવાથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિના સ્વામી છે. આ સાથે જ તમારી ગોચર કુંડળીથી પંચમ ભાવ પર માર્ગી થવા જઈ રહ્યો છે. આથી આ સમયે તમને સંતાન સંબંધિત કોઈ ખુશખબર મળી શકે છે. કરિયર અને કારોબારમાં વિશેષ લાભ થઈ શકે છે. જો તમે નોકરીયાત હોવ તો આ વર્ષે તમારું પ્રમોશન પાક્કું થઈ શકે છે. આ સાથે જ તમારો પ્રેમસંબંધ ચાલી રહ્યો હોય તો તમને તેમા સફળતા મળી શકે છે. પરિણીત લોકો સંતાન મેળવવા માટે ઈચ્છુક હોય તો તેમને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. 


મેષ રાશિ
 તમારા માટે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ શુભ ફળદાયી રહી શકે છે. કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિમાં માર્ગી થવા જઈ રહ્યો છે. આથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સાથે જ ધન અને કરિયરના રસ્તામાં જેટલી પણ અડચણો આવશે તે દૂર થશે. તમારું ભાગ્ય ચમકશે. પરિણીત લોકોને જીવનસાથીનો સહયોગ મળશે. આ સમય દરમિયાન તમારી રૂચિ ધર્મ કર્મના કામમાં વધી શકે છે. તમે આ સમયે વાહન કે પછી જમીન ખરીદવાનો વિચાર કરી શકો છો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube