આજે ગુરુ પુષ્ય નક્ષત્ર : લાભના અને શુભના ચોઘડિયા જોઈને ખરીદી કરજો, બે અદભૂત સંયોગ સર્જાયા
Guru Puskya Yoga Today 24 october 2024 : આ વર્ષે દિવાળી પહેલા ગુરુ પુષ્ય સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે. 24 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્રની શરૂઆત સવારે થઈ ગઈ છે, જે આખો દિવસ રહેશે
Guru Puskya Nakshatra Today : આજે સૌથી શુભ ગુરુ પુષ્ય નક્ષત્ર છે. ખરીદી માટેના આજનો દિવસ સૌથી શુભ ગણાય છે. સોના-ચાંદી અને વાસણની મોટાપાયે ખરીદી થાય છે. દિવાળી પહેલાં જ સોનાનો ભાવ 81 હજારને પાર પહોંચ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ 81 હજાર 90 રૂપિયા સુધી પહોંચ્યો છે. ધન તેરસમાં મુહૂર્ત સાચવવા માટે પણ સોનું ખરીદવું ભારે પડશે.
ધનતેરસની ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એ જ રીતે ગુરુ પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવાથી પણ અપાર સમૃદ્ધિ આવે છે. આજે, ગુરુવાર, 24 ઓક્ટોબર, 2024 ના રોજ ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે. એવું માનવામાં આવે છે કે ગુરુ પુષ્ય યોગ દરમિયાન કરવામાં આવેલ શુભ કાર્ય ખૂબ જ સફળ થાય છે.
ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ, સોનું, ઘર અને વાહન ખરીદવા માટે જુઓ શુભ મુહૂર્ત
પુષ્ય નક્ષત્ર મુંડન, ગૃહપ્રવેશ, નવા વેપારની શરુઆત, રોકાણ, વાહન, સોનું, મિલકત કે કોઈ વિશેષ શુભ કાર્યો માટે ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર દર મહિને આવે છે પરંતુ જ્યારે ગુરુવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ આવે છે ત્યારે તેને ગુરુ પુષ્ય નક્ષત્ર અથવા ગુરુ પુષ્ય યોગ કહેવાય છે. ચાલો જાણીએ કે ઑક્ટોબર 2024માં દિવાળી પહેલા ગુરુ પુષ્ય નક્ષત્ર ક્યારે છે.આ વર્ષનું છેલ્લું ગુરુ પુષ્ય નક્ષત્ર 24 ઑક્ટોબર 2024ના રોજ સવારે 06.15 કલાકે શરુ થશે અને 25 ઑક્ટોબર 2024ના રોજ સવારે 7.40 કલાકે સમાપ્ત થશે. આથી 24મી ઑક્ટોબરનો આખો દિવસ ખરીદી માટે શ્રેષ્ઠ છે.
- સોનું અને વાહનો ખરીદવાનો સમય - સવારે 11.43થી 12.28 સુધી
- લાભના ચોઘડિયા - બપોરે 12.05 વાગ્યાથી 1.29 સુધી
- શુભ ચોઘડિયા - સાંજે 04.18 વાગ્યાથી 5.42 સુધી
ગુરુ પુષ્ય નક્ષત્રનું મહત્ત્વ :
ગુરુ ગ્રહ અને પુષ્ય નક્ષત્રને ધન, સમૃદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક માનવામાં આવે છે, આથી બન્નેના સંયોગથી બનેલો આ યોગ ખૂબ જ શુભ છે. આ સમયમાં માતા લક્ષ્મી, શનિદેવ અને ભાગ્યના કારક ગુરુના આશીર્વાદ મળવાથી ગુરુ પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવેલ કાર્ય ફળદાયી અને સમૃદ્ધિ આપે છે.
મળી ગયુ મીની પાવાગઢ! ઉત્તર ગુજરાતમાં અહીં ખૂલ્યું મહાકાળી માતાનું ભવ્ય મંદિર
પુષ્ય નક્ષત્રમાં કઈ વસ્તુ ખરીદવી જોઈએ
આ નક્ષત્રના દેવતા ગુરુ છે, જેનું મુખ્ય તત્ત્વ સોનું છે. આથી ગુરુ પુષ્ય યોગ દરમિયાન સોનું ખરીદવું શુભ છે. દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.- પુષ્ય નક્ષત્ર પર શનિના પ્રભાવને કારણે લોખંડનું પણ મહત્ત્વ છે.- ચંદ્રના પ્રભાવથી ચાંદી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે.- ગુરુ પુષ્ય નક્ષત્રમાં જમીન, મિલકત, મકાન, વાહન ખરીદવા શુભ છે.- આ દિવસે દુકાનમાં દક્ષિણાવર્તી શંખ સ્થાપિત કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.- ગુરૂ પુષ્ય નક્ષત્રનો દિવસ બાળકોના શિક્ષણની શરુઆત માટે પણ શ્રેષ્ઠ છે.
બાપ રે... સોનાના ભાવ આટલા વધ્યા
સોનાનો ભાવ પહોંચ્યો રેકોર્ડ સપાટી પર પહોંચ્યો છે. આજે 10 ગ્રામ સોનાનો ભાવ 81 હજાર 500 રૂપિયા થયો છે. સોનાનો ભાવ 81 હજાર રૂપિયાને પાર જતા નવો રેકોર્ડ સર્જાયો છે. વૈશ્વિક સ્તરે સોનું 2 હજાર 759 ડોલરની વિક્રમી સપાટી પર છે. ચાંદીનો ભાવ પ્રતિ કિલો 99 હજાર રૂપિયાને પાર પહોંચી ગયો છે. તહેવારો સમયે જ સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજે ગુરુ પુષ્ય નક્ષત્ર છે અને આવતા મંગળવારે ધનતેરસ છે, જે પહેલા સોના અને ચાંદીના ભાવ એટલા વધી ગયા છે કે, તે મધ્યમ વર્ગ માટે સોનાની ખરીદી કરવી દુર્લભ બની શકે છે.
દાના વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ