25 જાન્યુઆરીએ બની રહ્યાં છે 5 અદ્ભુત યોગ, મા લક્ષ્મીને પ્રસન્ન કરવા અપનાવો આ ઉપાય
હિન્દુ પંચાગ અનુસાર 25 જાન્યુઆરીએ ગુરૂ પુષ્ય નક્ષત્રની સાથે ઘણા ખાસ સંયોગ બની રહ્યાં છે. આ તકે કેટલીક શુભ વસ્તુ ઘરમાં લાવવાથી મા લક્ષ્મી ખુબ પ્રસન્ન થશે.
Guru Pushya Yog 2024: હિન્દુ પંચાગ અનુસાર જાન્યુઆરી મહિનાની 25 તારીખ ખાસ છે. દિવસે પોષી પૂનમની સાથે સાથે ઘણા અદ્ભુત યોગ બની રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે આવા યોગ વર્ષો બાદ બની રહ્યાં છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ યોગની સાથે સાથે ગુરૂ પુષ્ય યોગ પણ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ, મા લક્ષ્મી અને ચંદ્ર દેવની વિધિવત પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ સાથે આ દિવસે કેટલીક વસ્તુ ખરીદવાથી વ્યક્તિએ પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી. આવો જાણીએ 25 જાન્યુઆરી 2024ના કઈ વસ્તુ ઘરમાં લાવવી શુભ માનવામાં આવી રહી છે.
25 જાન્યુઆરીએ પોષી પૂનમ
દરેક મહિનામાં અમાસ અને પૂનમ આવે છે. આ સાથે નવા મહિનાની શરૂઆત થાય છે. તેવામાં પોષ મહિનાની પૂન તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે ગંગા સ્નાનની સાથે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.
25 જાન્યુઆરીએ બની રહ્યાં છે અદ્ભુત યોગ
હિન્દુ પંચાગ અનુસાર 25 જાન્યુઆરીએ પોષ પૂર્ણિમાની સાથે સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ, રવિ પ્રીતિ યોગની સાથે ગુરૂ પુષ્ય યોગ બની રહ્યો છે. જ્યાં સર્વાર્થ સિદ્ધિ યોગ દિવસભર રહેવાનો છે. આ સાથે રવિ યોગ સવારે 7 કલાક 13 મિનિટથી 8 કલાક 16 મિનિટ સુધી છે. આ સાથે ગુરૂ પુષ્ય અને અમૃત સિદ્ધિ યોગ 8 કલાક 16 મિનિટથી 26 જાન્યુારી સવારે 7 કલાક 12 મિનિટ સુધી છે.
આ પણ વાંચોઃ દાયકા બાદ બન્યો અત્યંત શુભ મહાલક્ષ્મી રાજયોગ, 3 રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે
ગુરૂ પુષ્ય નક્ષત્રમાં ખરીદો આ વસ્તુ
ચણાની દાળ
25 જાન્યુઆરીએ ગુરૂ પુષ્ય યોગના સમયે ચણાની દાળની ખરીદી કરી શકો છો, કારણ કે તે ગુરૂથી સંબંધિત હોય છે. તેવામાં કુંડળીમાં ગુરૂની સ્થિતિ મજબૂત થાય છે, જેનાથી મા લક્ષ્મી ખુબ પ્રસન્ન રહે છે.
સોના-ચાંદી
ગુરૂ પુષ્ય યોગમાં સોના-ચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે. તેને સુખ-સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ સાથે મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેથી આ દિવસે તમે સોના-ચાંદીના આભૂષણ કે સિક્કા ખરીદી શકો છો. તેનાથી ધન-ધાન્યમાં વધારો થશે.
વાહન સંપત્તિ
25 જાન્યુારીએ બની રહેલા યોગમાં વાહન, ઘર કે કોઈ પ્રકારની ખરીદી શુભ માનવામાં આવે છે.
પૂજા સંબંધી વસ્તુ
25 જાન્યુઆરીએ તમે પૂજા સંબંધી વસ્તુ જેમ કે સિંદૂર, અક્ષત, ધાર્મિક પુસ્તકો, દેવી-દેવતાની તસવીર વગેરે ખરીદી લાવી શકો છો. તેનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થશે.
કરો આ પાઠ
જો તમે આ અદ્ભુત યોગમાં કોઈ વસ્તુ ખરીદી શકતા નથી તો માં લક્ષ્મીની વિધિવત પૂજા કરવાની સાથે શ્રી સૂક્તનોપાઠ કરો. આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube