25 જાન્યુઆરીએ બનશે 5 અત્યંત અદભૂત યોગ, લક્ષ્મીમાતાને પ્રસન્ન કરવા માટે ખરીદજો આ વસ્તુઓ, ક્યારેય ધનની કમી નહીં રહે
હિન્દુ પંચાગ અનુસાર જાન્યુઆરી મહિનાની 25 તારીખનું ખુબ મહત્વ છે. આ દિવસે પૌષી પૂર્ણિમા હોવાની સાથે સાથે અનેક અદભૂત યોગ બની રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આવા યોગ વર્ષો બાદ એક સાથે બની રહ્યા છે.
હિન્દુ પંચાગ અનુસાર જાન્યુઆરી મહિનાની 25 તારીખનું ખુબ મહત્વ છે. આ દિવસે પૌષી પૂર્ણિમા હોવાની સાથે સાથે અનેક અદભૂત યોગ બની રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આવા યોગ વર્ષો બાદ એક સાથે બની રહ્યા છે. આ દિવસ સર્વાથ સિદ્ધિ, અમૃત સિદ્ધિ યોગની સાથે સાથે ગુરુ પુષ્ય યોગ પણ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર મજુબ આ દિવસ ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ચંદ્ર દેવની વિધિવત પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 25 જાન્યુઆરી 2024ના રોજ કઈ કઈ ચીજો લાવી જોઈએ જેનાથી તમારે ક્યારેય પૈસાની તંગીનો સામનો ન કરવો પડે એ પણ જાણો.
દર મહિને અમાસ બાદ પૂનમ આવતી હોય છે. આ સાથે જ નવા મહિનાની શરૂઆત થાય છે. આવામાં પોષ મહિનામાં આવતી પૂર્ણિમાની તિથિનું ખુબ મહત્વ છે. આ દિવસે ગંગા સ્થાનનની સાથે દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.
25 જાન્યુઆરીએ બને છે અદભૂત યોગ
હિન્દુ પંચાગ મુજબ 25 જાન્યુઆરીએ પૌષી પૂર્ણિમાની સાથે જ સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ, રવિ, પ્રીતિ યોગની સાથે ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે. જ્યાં સર્વાર્થ સિદ્ધિ યોગ આખો દિવસ રહેશે. આ સાથે જ રવિ યોગ સવારે 7.13થી 8.16 વાગ્યા સુધી છે. ગુરુ પુષ્ય અને અમૃત સિદ્ધિ યોગ સવારે 8.16 થી 26 જાન્યુઆરીના રોજ સવારે 7.12 મિનિટ સુધી છે.
આ ચીજોની કરો ખરીદી
25 જાન્યુઆરીએ ગુરુ પુષ્ય યોગ સમયે ચણાની દાળ ખરીદી શકો છો. કારણ કે તે ગુરુ સંબંધિત હોય છે. આવામાં કુંડળીમાં ગુરુ બૃહસ્પતિની સ્થિતિ મજબૂત થાય છે. જેનાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન રહે છે.
સોના અને ચાંદી
ગુરુ પુષ્ય યોગમાં સોના-ચાંદીની ખરીદી ખુબ શુભ મનાય છે. સુખ સમૃદ્ધિનું પ્રતિક ગણાય છે. માતા લક્ષ્મીને અતિ પ્રિય પણ છે. તમે તમારી રીતે સોના ચાંદીના દાગીના કે પછી સિક્કા ખરીદી શકો છો. તેનાથી ધન ધાન્ય વધશે.
વાહન સંપત્તિ
25 જાન્યુઆરીએ બની રહેલા યોગમાં વાહન, ઘર કે પછી કોઈ પણ પ્રકારનું વાહન ખરીદવાનું ખુબ લાભકારી રહે છે.
પૂજા સંબંધી વસ્તુઓ
25 જાન્યુઆરીએ તમે પૂજા પાઠ સંબંધિત ચીજો જેમ કે સિંદૂર, અક્ષત, ધાર્મિક પુસ્તકો, દેવી દેવતાઓની તસવીરો વગેરે ખરીદી શકો છો. તેનાથી તમને શુભ ફળોની પ્રાપ્તિ થશે.
કરો આ પાઠ
જો તમે આ અદભૂત યોગમાં કોઈ પણ વસ્તુની ખરીદી ન કરી શકો તો માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરીને સાથે સાથે શ્રીસુક્તનો પાઠ જરૂર કરો. આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube