નવી દિલ્હીઃ Guru Shukra Shani Yog: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ પોતાના ચોક્કસ સમય પર ગોચર કરે છે. આ દરમિયાન તે બીજા ગ્રહોની સાથે શુભ દ્રષ્ટિ બનાવે છે. આ ગ્રહોનો પ્રભાવ વ્યક્તિના જીવન પર જોવા મળે છે. 6 એપ્રિલે શુક્ર સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કરી ચુક્યા છે અને 2 મે સુધી અહીં બિરાજમાન રહેવાના છે. તો શુક્ર અને ગુરૂ એક બીજાથી ત્રીજી અને અગિયારમાં રાશિમાં રહેશે. ત શનિ અને શુક્ર આપસમાં ચોથી-દશમી રાશિમાં છે. તેનો પ્રભાવ આમ તો દરેક જાતકો પર જોવા મળશે, પરંતુ ચાર રાશિઓ એવી છે, જેને ધનલાભ અને સફળતાનો યોગ બની રહ્યો છે. આવો આ રાશિ વિશે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરૂ, શુક્ર અને શનિ દેવની શુભ દ્રષ્ટિ મેષ રાશિના જાતકો માટે શુભ સાબિત થવાની છે. આ દરમિયાન જાતકોને ધન લાભ થશે. આ સમયમાં કોઈ નવી સંપત્તિ કે વાહનની ખરીદી કરી શકો છો. તો સુખ-શાંતિની પ્રાપ્તિ થશે. આ શુભ દ્રષ્ટિ વ્યક્તિની ઈચ્છા પૂર્તિમાં મદદ કરશે. આ દરમિયાન કાર્યોની સિદ્ધિનો યોગ બની રહ્યો છે. જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે. 


આ પણ વાંચોઃ કંગાળ કરી શકે છે અક્ષય તૃતીયા પર કરેલી આ ભુલ, માતા લક્ષ્મી થાય છે નારાજ


સિંહ રાશિ
આ ત્રણ ગ્રહોની શુભ દ્રષ્ટિનો સંબંધ સિંહ રાશિના જાતકો માટે ફળદાયી રહેશે. આ સમયમાં નોકરીમાં સફળતા મળવાનો યોગ બની રહ્યો છે. તો કારોબારી લોકોને આ સમયમાં સફળતા મળી શકે છે. નોકરી કરનાર લોકોના કરિયરમાં ગ્રોથનો ચાન્સ છે. કાર્યક્ષેત્રમાં કોઈ નવી જવાબદારી મળી શકે છે. ધન સંબંધી સમસ્યાઓથી છુટકારો મળશે. પ્રેમ સંબંધોમાં સુધાર થશે. 


વૃશ્ચિક રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકો માટે આ શુભ દ્રષ્ટિનો સંબંધ લાભપ્રદ સિદ્ધ થવાનો છે. આ સમયમાં તમને ભાગ્યનો સાથ મળશે. સાથે નવો બિઝનેસ શરૂ કરવા માટે આ સમય અનુકૂળ છે. આ શુભ દ્રષ્ટિ દાંપત્ય સુખ વધારશે. કાર્યોમાં આવી રહેલી પરેશાની દૂર થશે. કરિયરને લઈને પરેશાન થવું નહીં. આ દરમિયાન તમને સફળતા મળી શકે છે. જે લોકો નોકરીને લઈને પરેશાન છે તેને નવી નોકરીની તક મળી શકે છે. 


આ પણ વાંચોઃ ઘરના આ વાસ્તુ દોષ ખરાબ કરી શકે છે સ્વાસ્થ્ય, સારા સ્વાસ્થ્ય માટે આ રીતે દુર કરો દોષ


કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે પણ આ સમય અનુકૂળ રહેવાનો છે. આ સમયમાં તમને ભાગ્યનો સાથ મળશે. કોઈ નવુ વાહન કે સંપત્તિ ખરીદી શકો છો. ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. સુખ-સુવિધા વધશે. સંપત્તિ વેચવાનું વિચારી રહ્યાં છો તો આ સમય અનુકૂળ છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube