Guru Uday In Mesh 2023: જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમામ ગ્રહોમાં ગુરુને સૌથી શુભ માનવામાં આવે છે. ગુરુ ગ્રહને એક રાશિમાંથી બીજી રાશિમાં જતા લગભગ 18 મહિના જેટલો સમય લાગે છે. સમયાંતરે ગ્રહોનો ઉદય અને અસ્ત થવો તે તમામ રાશિવાળાના જીવન પર પ્રભાવ પાડે છે. અત્રે જણાવવાનું કે 27 એપ્રિલના રોજ ગુરુ મેષ રાશિમાં ઉદય થઈ ચૂક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યોતિષ શાસ્ત્ર મુજબ માંગલિક કાર્યક્રમમાં ગુરુ ગ્રહનું મહત્વનું યોગદાન હોવાનું કહેવાય છે. ગુરુ ગ્રહ પણ ગ્રહોમાં શુભ ગણાય છે. ગુરુ એક સાત્વિક ગ્રહ છે. 27 એપ્રિલના રોજ ગુરુના ઉદય થવાથી મહાધન રાજયોગ બન્યો છે. જેનાથી 3 રાશિવાળાને ધનલાભ અને ભાગ્યોદયના યોગ બની રહ્યા છે. જાણો આ રાશિઓ વિશે...


મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્રમાં મેષ રાશિમાં ગુરુનો ઉદય આ રાશિવાળા માટે શુભ ફળદાયી રહેશે. અત્રે જણાવવાનું કે આ રાશિના લગ્નભાવમાં ગુરુ ઉદય થવા જઈ રહ્યો છે. આવામાં આ રાશિવાળાની ઈચ્છાઓ પૂરી થશે. કરિયરમાં પૂરી સંતુષ્ટિ મળશે. એટલું જ નહીં બઢતી મળવાની તક પણ મળશે. કામ કારોબારના મામલે પણ સફળતા મળશે. ગુરુના ઉદય થવાથી મેષ રાશિવાળાની આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ સમયગાળામાં મોટા લોકો સાથે સંપર્ક થશે. જીવનસાથીનો સહયોગ મળશે. 


કર્ક રાશિ
મહાધન રાજયોગ  કર્ક રાશિવાળાના જીવન પર અનુકૂળ પ્રભાવ પાડશે. અત્રે જણાવવાનું કે ગુરુ તમારી કુંડળીમાં નવમ ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે. આવામાં આ સમયગાળામાં ભાગ્યનો પૂરો સાથ મળશે. કરિયર પણ સારી રહેશે. આ સમયે તમે ખુબ ઉર્જાવાન મહેસૂસ કરશો. નોકરીયાત લોકોને આ સમયે પદોન્નતિની શક્યતા છે. વેપારીઓને પણ સારો લાભ મળશે. આ સાથે જ કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. આ સમયે તમારા પર શનિની સાડા સાતી ચાલી રહી છે. તો સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની રહેશે. શનિ દેવની પૂજા અર્ચના કરી શકો છો. 


Mangal-Shukra Yuti: 1 વર્ષ બાદ મિથુનમાં થઈ મંગળ અને શુક્રની યુતિ, આ 3 રાશિને થશે લાભ


3 દિવસ પછી આ રાશિના જાતકો માટે શરૂ થશે ખરાબ સમય! ધંધામાં થઈ શકે છે મોટું નુકસાન


Shani Vakri: 'શનિની ઉલટી ચાલ'થી આ 3 રાશિઓની થશે બલ્લે બલ્લે! ચમકી જશે કિસ્મત


ધનુ રાશિ
આ રાશિના જાતકો માટે પણ ધન રાજયોગ અનુકૂળ સાબિત થશે. અત્રે જણાવવાનું કે આ રાશિના પંચમ ભાવમાં ગુરુ ગોચર કરવા જઈ રહ્યો છે. આ સમય તમારા સંતાન પક્ષથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. સંતાનોની પ્રગતિ થઈ શકે છે. આ સમયગાળામાં લવ લાઈફ સારી રહેશે. નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. અત્રે જણાવવાનું કે ગુરુ તમારા ચતુર્થ ભાવના સ્વામી છે. આથી આ સમય તમને પ્રોપર્ટી અને વાહનની પ્રાપ્તિ થઈ શકે છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)