Guru Uday 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહના ઉદય તથા અસ્તનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર પડે છે. વર્તમાનમાં ગુરૂ ગ્રહ પોતાની સ્વરાશિ મીનમાં છે. ગુરૂ એક વર્ષમાં એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. 22 એપ્રિલે ગુરૂનું રાશિ પરિવર્તન થશે. વર્તમાનમાં ગુરૂ અસ્ત અવસ્થામાં છે અને 27 એપ્રિલે મેષ રાશિમાં ઉદિત થશે. ગુરૂ ઉદયથી ઘણી રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવી શકે છે. જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. મેષ રાશિઃ મેષ રાશિ માટે ગુરૂ ઉદય લાભકારી માનવામાં આવી રહ્યો છે. 27 એપ્રિલથી ગુરૂ તમારા માટે ફાયદાકારક સિદ્ધ થશે. આ દરમિાન કેટલાક જાતકોને વિદેશ જવાની તક મળી શકે છે. કરિયરમાં ઉચ્ચ પદ પ્રાપ્ત થઈ શકે છે. આવકમાં વધારાનો સંકેત છે. વેપારીઓને લાભ થશે. 


2. મિથુન રાશિઃ મિથુન રાશિના જાતકોને ગુરૂ ઉદયથી ધન લાભ થઈ શકે છે. નોકરી કરનાર જાતકોને નવી તક મળી શકે છે. નોકરીમાં પ્રમોશન થવાનો પ્રબળ યોગ છે. કુલ મળીને તમારા માટે સારો સમય આવશે. આ દરમિયાન તમે ધન સંગ્રહ કરવામાં સફળતા મેળવશો. 


આ પણ વાંચોઃ ધન લાભ માટે કરો આ ખાસ ઉપાય, ઘર ઉપર હંમેશા રહેશે ગણેશજી અને માતા લક્ષ્મીના આશીર્વાદ


3. સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકો માટે ગુરૂ ઉદય શુભ રહેવાનો છે. આ દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર જાતકોને સુખદ પરિણામ મળશે. નોકરીમાં સારી તક મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા ધનની પ્રાપ્તિ થઈ શકે છે. 


4. કુંભ રાશિઃ કુંભ રાશિના જાતકો માટે ગુરૂ ઉદય લાભકારી સાબિત થશે. પરંતુ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. પછી ગુરૂ ઉદયથી તમને શનિના કષ્ટોથી રાહત મળશે. નવી નોકરીની તક સામે આવશે. આવકનો નવો સ્ત્રોત ઉભો થશે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube