Guru Uday 2024: ગુરુ ગ્રહ એક વર્ષે રાશિ પરિવર્તન કરે છે. બે મહિનાની શરૂઆતમાં વૃષભ રાશિમાં ગુરુનો પ્રવેશ થયો છે. હવે એક વર્ષ સુધી ગુરુ આ રાશિમાં ગોચર કરશે. રાશિ પરિવર્તન પછી 7 મેના રોજ ગુરુ અસ્ત થયા હતા. જેના કારણે શુભ અને માંગલિક કાર્યો પર રોગ લાગી ગઈ હતી. હવે 6 જૂનના રોજ ગુરુ ઉદય થશે. 6 જુન અને ગુરુવારથી ગુરુનો ઉદય થઈ રહ્યો છે જે દરેક રાશિ પર શુભ અને અશુભ પ્રભાવ પાડશે. આજે તમને એ રાશિઓ વિશે જણાવીએ જેને ગુરુના ઉદય થવાથી લાભ થવાનો છે. ગુરુ ઉદય થઈને આ રાશિનો પણ ભાગ્યોદય કરાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરુના ઉદયથી આ રાશિને થશે લાભ 


આ પણ વાંચો:31 મે થી બુધ કરશે વૃષભ રાશિમાં ગોચર, રાજયોગના કારણે 3 રાશિના લોકો પર થશે ધનનો વરસાદ


વૃષભ રાશિ


ગુરુ વૃષભ રાશિમાં જ ઉદય થશે તેથી આ રાશિના લોકોને લાભ વધારે થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે અથવા તો પગાર વધારો થઈ શકે છે. કામના વખાણ થશે અને નવી જવાબદારી પણ મળશે. વેપારીઓના વેપારનો વિસ્તાર થશે. પાર્ટનરશીપમાં સારી ઓફર મળી શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે. 


આ પણ વાંચો: June 2024: જૂનમાં 4 રાશિનો શરુ થશે ગોલ્ડન ટાઈમ, વક્રી શનિ કરાવશે ધન લાભ અને પદોન્નતિ


કર્ક રાશિ 


કર્ક રાશિના લોકોને પણ ગુરુ ઉદય થઈને શુભ પરિણામ આપશે. ભાગ્યનો સાથ મળશે અને સમસ્યાઓ દૂર થશે. અટકેલું ધન પરત મળશે. આર્થિક સ્થિતિ સુધરશે. રોકાણની યોજના સફળ થશે. સન્માન વધશે. 


સિંહ રાશિ


ગુરુના ઉદય થવાથી સિંહ રાશિની સમસ્યાઓ દૂર થશે. ખાસ કરીને નોકરી કરતા લોકો માટે આ સમય શુભ રહેશે. પ્રમોશન પણ મળી શકે છે. બેરોજગારોને રોજગાર મળશે. નવા સંપર્કોથી લાભ થશે વેપાર સારો ચાલશે. આવક વધશે. લાંબા સમય પછી ખુશી અને સંતોષનો અનુભવ થશે. 


આ પણ વાંચો: 31 મેથી બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ, આ રાશિઓ કરિયરમાં પ્રગતિ કરશે, ખૂબ થશે કમાણી


વૃશ્ચિક રાશિ 


વૃશ્ચિક રાશિના લોકોને પણ ગુરુ ગ્રહ રાહત આપશે. કામના સારા પરિણામ મળશે. મહત્વપૂર્ણ કામ પૂરું થઈ શકે છે. લાંબા સમયથી જેની રાહ હતી તે કામ પૂરું થશે. વેપારનો વિસ્તાર કરવાનો યોગ્ય સમય. વિદેશ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. આવકમાં વધારો થવાની સંભાવના. લવ લાઇફમાં ખુશી રહેશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)