27 એપ્રિલથી સૂર્યની જેમ ચમકશે 5 રાશિના જાતકોનું ભાગ્ય, ગુરૂ ઉદય થઈને આપશે શુભ ફળ
Guru Uday Jupiter Transit: 27 એપ્રિલે ગુરૂ મેષ રાશિમાં ઉદય થશે. ગુરૂના ઉદય થવાથી કેટલીક રાશિના જાતકોનો ભાગ્યોદય થશે.
નવી દિલ્હીઃ ગુરૂને જ્યોતિષમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. ગુરૂની કૃપાથી વ્યક્તિનો ભાગ્યોદય થાય છે. દેવગુરૂ ગુરૂને જ્ઞાન, સંતાન, શિક્ષણ, મોટા ભાઈ, ધાર્મિક કાર્યો, પવિત્ર સ્થળ, દાન, પુણ્ય અને વૃદ્ધિ વગેરેનો કારક ગ્રહ માનવામાં આવે છે. ગુરૂ ગ્રહ 27 નક્ષત્રોમાં પુનર્વસુ, વિશાખા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી હોય છે. આ સમયે ગુરૂ અસ્ત થઈને ચાલી રહ્યાં છે. 27 એપ્રિલે ગુરૂ મેષ રાશિમાં ઉદય થઈ જશે. ગુરૂના ઉદય થવાથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થશે. આવો જાણીએ ગુરૂ ઉદય થઈને કઈ રાશિના જાતકોને ફાયદો આપશે.
મેષ રાશિ
કોઈ જગ્યાએથી અચાનક લાભની આશા છે.
તમે કોઈ શુભ કાર્ય પર પૈસા ખર્ચ કરી શકો છો.
તમને પારિવારિક જીવનમાં ખુશી જોવા મળી શકે છે.
જો વિદ્યાર્થી છો તો રમત ગમતમાં મોટી સફળતા મળી શકે છે.
આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે.
પરિવારની સાથે સ્નેહ વધી શકે છે.
ઘર પરિવારમાં આનંદનો અનુભવ થશે.
આ પણ વાંચોઃ શું તમારા ઘરમાં પણ છે લક્ષ્મીજીનો બે હાથીવાળો ફોટો? ચેક કરો, ખુલી જશે તમારી કિસ્મત!
મિથુન રાશિ
ગુરૂનો ઉદય તમારા માટે શુભ રહેશે.
સફળતાભર્યો સમય રહેશે.
તમારા મિત્ર તમારી મુશ્કેલી દૂર કરશે.
કલા પ્રત્યે રુઝાન વધશે.
વેપાર માટે સારો સમય છે.
જીવનસાથીનું સ્વાસ્થ્ય સારૂ રહેશે.
રોકાણ કરવા માટે સારો સમય.
વૃશ્ચિક રાશિ
તમને આર્થિક લાભ થવાની સંભાવના છે.
માનનીય લોકો સાથે ભેટ થઈ શકે છે.
કોઈ શુભ સમાચાર મળી શકે છે.
પરિવારની સાથે ક્યાંય ફરવા જવાનો પ્લાન બની શકે છે.
માન સન્માનમાં વૃદ્ધિ થશે.
અધિકારી પ્રસન્ન રહેશે.
કોઈ મોટા રોકાણથી લાભ થશે.
જીવનસાથી સાથે સારો સંબંધ બનશે.
સ્વાસ્થ્ય સારૂ રહેશે.
આ પણ વાંચોઃ Surya Guru Yuti 2023: 12 વર્ષ પછી સર્જાઈ આ ખાસ યુતિ, આ 5 રાશિઓને થશે સૌથી વધુ ફાયદો
ધન રાશિ
ગુરૂનો ઉદય થવો તમારા માટે શુભ રહેશે.
તમે કોઈ શુભ કાર્ય પર પૈસા ખર્ચ કરી શકો છો.
પરિવારમાં તમને ખુશી મળી શકે છે.
સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે.
આર્થિક સ્થિતિ મજબૂત થશે.
તમે જમીન-સંપત્તિનો સોદો કરી શકો છો.
ખરીદ-વેચાણમાં લાભ થઈ શકે છે.
વેપારમાં નવી દિશામાં ધ્યાન કેન્દ્રીત કરો.
કુંભ રાશિ
તમારા માટે ગુરૂનું ગોચર શુભ રહેવાનું છે.
આર્થિક લાભ થવાની આશા છે.
માનનીય લોકો સાથે મુલાકાત થઈ શકે છે.
કોઈ શુભ સમાચાર મળી શકે છે.
પરિવારની સાથે તીર્થસ્થાન જવાનો અવસર મળી શકે છે.
વિદ્યાર્થી છો તો સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાની સંભાવના છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube