Jupiter Retrograde: દેવગુરુ બૃહસ્પતિ સુખ સંપત્તિ, વૈભવ અને ઐશ્વર્યના કારક ગ્રહ મનાય છે. ગુરુ ગ્રહની ચાલનો પ્રભાવ તમામ 12 રાશિના જાતકો પર પડે છે. હવે દેવગુરુ બૃહસ્પતિ 4 સપ્ટેમ્બર 2023ના રોજ 4.58 વાગે મેષ રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે. ગુરુ ગ્રહ વક્રી થવાથી કેટલીક રાશિના જાતકોએ અપ્રત્યાશિત પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આ રાશિઓ વિશે ખાસ જાણો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મેષ રાશિવાળાઓએ આ સમયગાળામાં ધૈર્ય રાખવાની જરૂર છે. ગુરુ ગ્રહની વક્રી ચાલ તમને ભ્રમની માયાજાળમાં ફસાવી શકે છે. નિર્ણય લેવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને ભાગ્યનો સાથ ઓછો મળશે. આ સમયગાળામાં સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બની શકે છે. આર્થિક રીતે પરેશાનીઓ થઈ શકે છે. વધુ ખર્ચા માટે તૈયાર રહો જેનાથી તમને નિરાશા પણ સાંપડી શકે છે. 


વૃષભ રાશિ
વૃષભ રાશિવાળા માટે ગુરુ ગ્રહની વક્રી ચાલ સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે. આ રાશિની મહિલાઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ દરમિયાન તમને કાર્યસ્થળ પર પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. સહકર્મીઓ સાથે અણબનાવ થઈ શકે છે. કૌટુંબિક સ્થિતિ ડગમગી શકે છે. 


કર્ક રાશિ
કર્ક રાશિવાળા માટે ગુરુ ગ્રહની વક્રી ચાલ જીવનમાં પરેશાનીઓ લઈને આવી શકે છે. આ દરમિયાન તમારે તમારા સીનિયર્સની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. જો તમે નોકરી બદલવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો હાલ ટાળી દો. નવા પડકારો તમારી રાહ જોઈ રહ્યા છે. તમારા પિતા સાથેના સંબંધમાં ઉતાર ચઢાવ આવી શકે છે. 


સિંહ રાશિ
સિંહ રાશિવાળા માટે આ સમય જવાબદારીનો બોજ વધે તેવો છે. જેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. નાના અને લાંબા અંતરના પ્રવાસ આનંદદાયક હોવાને બદલે થાક મહેસૂસ કરાવે તેવા બની શકે છે. દિલના મામલે કપરી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. અસહમતિ અને વિવાદથી બચવા માટે સતર્ક રહો અને તમારી  ભલાઈ જાળવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube