Vakri Guru in Meen 2023: જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુ ગ્રહને ખુબ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. તેને દેવગુરુ કહેવામાં આવ્યા છે. ગુરુ સુખ અને સૌભાગ્ય આપનારો ગ્રહ છે. કુંડળીમાં ગુરુનું શુભ હોવું ખુબ લાભ આપે છે. જો કુંડળીમાં ગુરુ શુભ હોય તો જાતકો ખુબ સુખી અને સૌભાગ્યશાળી જીવન જીવે છે. 12 વર્ષ બાદ ગુરુ સ્વરાશિ મીનમાં છે અને હવે ઉલ્ટી ચાલ ચાલવાનો છે. ગુરુ 4 સપ્ટેમ્બર 2023થી વક્રી થશે. ગુરુની મીનમાં વક્રી ચાલની અસર તમામ રાશિવાળા પર થશે. જ્યારે 3 રાશિવાળાને ગુરુ ખુબ જ લાભ કરાવશે. કહી શકાય કે આ લોકોનું સપ્ટેમ્બરથી ભાગ્ય ખુલી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વક્રી ગુરુની રાશિઓ પર શુભ અસર


મેષ રાશિ
મેષ રાશિવાળા માટે ગુરુની વક્રી ચાલ સપ્ટેમ્બરથી ખુબ લાભ કરાશે. આ લોકોને દરેક કામમાં શુભ ફળ મળશે. આર્થિક ઉન્નતિ થશે. ધન લાભના યોગ બનશે. અટકાયેલું ધન પાછું મળશે. વેપાર સારો ચાલશે. વૈવાહિક સુખ વધશે. પાર્ટનર સાથે સારું બનશે. જીવનમાં સુખ વધશે. બચત કરી શકશો. તેનાથી તમારું  બેંક બેલેન્સ વધશે. 


મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે દેવગુરુ બૃહસ્પતિની ઉલ્ટી ચાલ ખુબ લાભ કરાવશે. આ જાતકોની કમાણી વધશે. પ્રમોશન-ઈન્ક્રીમેન્ટ મળશે. મનગમતું પદ પૈસા મળવાથી પ્રસન્નતા રહેશે. અપ્રત્યાશિત લાભ મળી શકે છે. સિંગલ જાતકોને પાર્ટનર મળી શકે છે. લગ્નજીવનમાં ખુશહાલી રહેશે. પરિવારની સાથે સારો સમય વીતાવશો. 


કર્ક રાશિ
દેવગુરુ બૃહસ્પતિની વક્રી ચાલ કર્ક રાશિના જાતકોને શુભ ફળ આપશે. તમારી કરિયરમાં ઉન્નતિ થશે. વેપાર સારો ચાલશે. બેરોજગારોને રોજગાર મળશે. નફો વધશે. આવક વધવાથી તમારી આર્થિક ચિંતાઓ દૂર થશે. તણાવથી રાહત મળશે. માનસિક શાંતિ, સુખ મળશે. દાંપત્ય જીવનની સમસ્યાઓ દૂર થશે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube