નવી દિલ્હીઃ Guru-Sukra Yuva Avastha 2023: ગ્રહો અને નક્ષત્રોની સાલ સમય-સમય પર અલગ-અલગ સ્થિતિઓમાં થાય છે. આ સ્થિતિઓને અવસ્થાના રૂપમાં ઓળખવામાં આવે છે. ગ્રહોની પાંચ મૂળ અવસ્થાઓ છે અને તે છે બાલ્યવસ્થા, કુમાર અવસ્થા, યુવા અવ્થા, વૃદ્ધ અવસ્થા અને મૃત્યુ અવસ્થા છે. જ્યારે કોઈ ગ્રહ પોતાની યુવા અવસ્થામાં હોય છે તો તે પોતાની પૂર્ણ શક્તિમાં હોય છે અને ઉત્સાહની સાથે લાભ અને અનુકૂળ પરિણામ આપે છે. દેવતાઓના સલાહકાર બૃહસ્પતિ અને દૈત્ય ગુરૂ શુક્રાચાર્ય શુક્ર બંને પોતાની યુવા અવસ્થામાં પ્રવેશ કરી ચુક્યા છે અને તે રાશિ ચક્રની દરેક રાશિને અલગ-અલગ પ્રભાવિત કરશે. જાણો ગુરૂ-શુક્રની આ સ્થિતિનો કઈ રાશિના જાતકોને લાભ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. વૃષભ રાશિઃ વૃષભ રાશિના જાતકો માટે ગુરૂ-શુક્રની યુવા અવસ્થાની ગ્રહ સ્થિતિ ખુબ લાભદાયક રહેવાની છે. કારણ કે ગુરૂ-શુક્ર તમારી કુંડળીમાં અનુકૂળ સ્થિતિમાં છે. આ સમયમાં તમને દરેક કાર્યમાં સફળતા મળશે. વૃષભ રાશિના જે જાતકોનો વેપાર વિદેશોથી સંબંધિત છે, તેને આ સમયગાળા દરમિયાન સારો નાણાકીય લાભ પ્રાપ્ત થશે. તમારી મનોકામનાઓ પૂરી થશે અને તમને પૂર્વમાં કરેલા રોકાણથી સૌભાગ્ય પ્રાપ્ત થશે. 


આ પણ વાંચોઃ મા લક્ષ્મીની કૃપા જોઈએ છે તો કરો આ છોડની પૂજા, ભગવાન વિષ્ણુના રહેશે સદા આશીર્વાદ


2.કર્ક રાશિઃ કર્ક રાશિના જાતકોને આર્થિક લાભ થશે કારણ કે ગુરૂ-શુક્ર યુવા અવસ્થામાં પ્રવેશ કરશે. ગુરૂ-શુક્રની યુવા અવસ્થાની આ સ્થિતિ તમારા નવમ ભાવમાં થશે. તમે વિદેશ યાત્રા પણ કરી શકો છો. તમારી રાશિમાં શુભ માલવ્ય યોગ અને હંસ રાજ યોગ પણ બની રહ્યો છે. તમે ધાર્મિક ગતિવિધિઓમાં ભાગ લેશો અને જીવનમાં સુખ-સુવિધાઓની વૃદ્ધિ થશે. આ સમયમાં તમારા દરેક કાર્ય સફળ થશે અને કર્ક રાશિના જાતક આર્થિક સંકટનો સામનો કરી રહ્યાં છે અને તેના આર્થિક જીવનમાં જલદી સમૃદ્ધિ જોવા મળશે. 


3. ધન રાશિઃ ધન રાશિના જાતકો માટે ગુરૂ-શુક્રની યુવા અવસ્થા ગ્રહની સ્થિતિ તમને અનુકૂળ પરિણામ આપશે. તમારી રાશિમાં બે શુભ યોગ માલવ્ય રાજ યોગ અને હંસ રાજ યોગ બની રહ્યો છે. આ સયમમાં તમે શુભ કાર્યોમાં ભાગ લેશો અને ભાઈ-બહેનનો સહયોગ તમને મળશે. કોર્ટ-કચેરીના મામલા તમારા પક્ષમાં આવશે. ભૌતિક સુખ-સુવિધાઓ અને સન્માન બંનેમાં વૃદ્ધિ થશે. 


આ પણ વાંચોઃ Swapna Shastra: શું તમને પણ રાત્રે લગ્ન સંબંધિત સપના આવે છે, જો હા, તો સાવચેત રહેજો


4. મીન રાશિઃ મીન રાશિના જાતકો માટે યુવાવસ્થામાં ગુરુ-શુક્રની ગ્રહ સ્થિતિ શુભ રહેશે. તમારી રાશિમાં બે પવિત્ર યોગ બની રહ્યા છે, જેને માલવ્ય રાજ ​​યોગ અને હંસ રાજ યોગ કહેવામાં આવે છે. ગુરુ ગ્રહ હંસ રાજ યોગ બનાવશે અને શુક્ર માલવ્ય રાજ ​​યોગ બનાવશે. તમારું ઇન્ક્રીમેન્ટ પણ વધશે. આ લાભદાયક સમયમાં તમારી હિંમત અને પરાક્રમ પણ વધશે. મીન રાશિના જે લોકો વેપારમાં છે તેમને સારો આર્થિક લાભ મળશે.


(આ લેખમાં આપવામાં જાણકારીઓ પર અમે તે દાવો નથી કરતા કે આ સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંત જ્યોતિષની સલાહ લઈ શકો છો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube