શરૂ થઈ ગયો `સુવર્ણ સમય`! આ 3 રાશિના જાતકોને 31 ડિસેમ્બર સુધી છપ્પરફાડ ધનલાભના પ્રબળ યોગ
Jupiter Transit: ગુરુની ઉલ્ટી ચાલ 31 ડિસેમ્બર સુધી રહેવાની છે. મેષ રાશિમાં વક્રી ગુરુનો પ્રભાવ કેટલીક રાશિઓ માટે ખુબ જ શુભ માનવામાં આવી રહ્યો છે.
Guru Retrograde Movement: ગ્રહો સમયાંતરે રાશિ પરિવર્તન કરતા રહે છે જેની શુભ અને અશુભ બંને અસરો જોવા મળે છે. યશ અને વૈભવનો કારક ગુરુ ગ્રહ હાલ મેષ રાશિમાં ઉલ્ટી ચાલ ચાલી રહ્યો છે. 4 સપ્ટેમ્બરથી ગુરુ મેષ રાશિમાં વક્રી ચાલમાં ગોચર કરી રહ્યો છે. જ્યારે ગુરુની આ વક્રી ચાલ 31 ડિસેમ્બર સુધી રહેવાની છે. લગભગ 12 વર્ષ બાદ મેષ રાશિમાં વક્રી ગુરુનો પ્રભાવ કેટલાક રાશિવાળા માટે ખુબ શુભ માનવામાં આવી રહ્યો છ. આવો જાણીએ કે 31 ડિસેમ્બર સુધીમાં ગુરુની ઉલ્ટી ચાલ કઈ રાશિઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
મિથુન રાશિ
31 ડિસેમ્બર સુધીનો સમય મિથુન રાશિવાળા માટે ખુબ શુભ માનવામાં આવી રહ્યો છે. ગુરુની વક્રી ચાલ આ રાશિવાળા માટે ભાગ્યોદયનું કારણ બનશે. આવકમાં વધારો થવાની શક્યતા છે. જે લોકો ઈન્ટરવ્યુ આપી રહ્યા છે તેમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. બિઝનેસમાં પણ પ્રોફિટ થવાની શક્યતા છે.
મેષ રાશિ
મેષ રાશિમાં ગુરુ ઉલ્ટી ચાલ ચાલી રહ્યો છે. જે આ રાશિવાળા માટે લાભકારી સાબિત થશે. ગુરુના શુભ પ્રભાવથી આકસ્મિક ધનલાભના યોગ છે. બિઝનેસમાં બનાવવામાં આવેલી સ્ટ્રેટેજી રંગ લાવશે. નોકરી કરી રહેલા લોકોને પોતાના સુપીરિયરનો ભરપૂર લાભ મળશે.
કુંભ રાશિ
ગુરુની ઉલ્ટી ચાલ કુંભ રાશિવાળા માટે ખુબ જ શુભ માનવામાં આવી રહી છે. વેપાર કરી રહેલા લોકોને સારો નફો થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન થવાની શક્યતા છે. ઘરમાં સુખ સંપત્તિ બની રહેશે. બાળકોનો ભરપૂર સાથ મળશે. કુંભ રાશિની મહિલાઓને કોઈ સારા સમાચાર મળી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube