નવી દિલ્હીઃ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય બાદ રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. જેની શુભ-અશુભ અસર દરેક રાશિ પર પડે છે. વર્ષ 2024નો જુલાઈ મહિનો ખાસ રહેવાનો છે. આગામી મહિને ગુરૂ અને મંગળ યુતિ બનાવવાના છે. જેનું શુભ ફળ કેટલાક જાતકોને પ્રાપ્ત થશે. દૃક પંચાગ અનુસાર મંગળ ગ્રહ અત્યારે મેષ રાશિમાં બિરાજમાન છે અને ગુરૂ વૃષભ રાશિમાં છે. ગુરૂ ગ્રહ વર્ષભર આ રાશિમાં રહેશે. તો 12 જુલાઈ 2024ના સાંજે 7 કલાક 12 મિનિટ પર વૃષભ રાશિમાં બિરાજશે અને મંગળ ગુરૂની નજીક આવશે. જ્યોતિષીય ગણનાઓ પ્રમાણે વૃષભ રાશિમાં મંગળ-ગુરૂની યુતિ બનવાથી કેટલાક જાતકોને ફાયદો થશે. ધન-સંપત્તિમાં વધારો થશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. આવો જાણીએ મંગળ-ગુરૂના સંયોગથી કયાં જાતકોનો ભાગ્યોદય થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિ
મંગળ અને ગુરૂના સંયોગથી વૃષભ રાશિના જાતકોને જોરદાર લાભ થશે. અટવાયેલા નાણા પરત મળશે. મહત્વપૂર્ણ કાર્યોમાં આવનાર વિઘ્નો દૂર થશે. સમાજમાં પદ-પ્રતિષ્ઠા વધશે. આર્થિક પક્ષ મજબૂત થશે. નોકરી-કારોબારમાં પ્રગતિ થશે. આ દરમિયાન તમે ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. અચાનક ધનલાભ થઈ શકે છે. 


સિંહ રાશિ
મંગળ-ગુરૂના નજીક આવવાથી સિંહ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમને પ્રગતિની ઘણી તક મળશે. લાંબા સમયથી અટવાયેલા કામ સફળ થશે. નોકરી શોધી રહ્યાં છો તો તે પણ મળશે. પિતાની સાથે સંબંધ સારા થશે. નોકરી કરનાર જાતકોને પ્રમોશન મળી શકે છે. માતા-પિતાના સહયોગથી નાણા કમાવાની તક મળશે. કરિયર-કારોબારમાં ભાગ્યનો સાથ મળશે.


આ પણ વાંચોઃ 365 દિવસ બાદ સૂર્ય-બુધની યુતિથી બન્યો બુધાદિત્ય રાજયોગ, આ જાતકો પર થશે પૈસાનો વરસાદ
 
વૃશ્ચિક રાશિ
મંગળ-ગુરૂ સાથે મળી વૃશ્ચિક રાશિના જાતકોને શુભ ફળ આપશે. આ દરમિયાન આવકના નવા સ્ત્રોત બનશે. આર્થિક પક્ષ મજબૂત થશે. ધન આગમનના માર્ગ ખુલશે. લગ્ન જીવન ખુશ રહેશો. સંબંધોમાં આપસી સમજ અને તાલમેલ સારો થશે. પરિવારજનોનો સહયોગ મળશે. માનસિક તણાવથી રાહત મળશે. 


ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.