નવી દિલ્હીઃ Hindu Hair Cutting Days: હિન્દુ ધર્મમાં મોટા ભાગના કામ કરવા માટે એક ચોક્કસ નિયમ બનાવવામાં આવ્યા છે. પુરાણોમાં કેટલાક કામને કોઈ વિશેષ દિવસ પર કરવા શુભ માનવામાં આવે છે. આ નિયમ વ્યક્તિને શારીરિક અને માનસિક રીતે પણ સ્વસ્થ રાખે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર બાળ અને નખને આ નિયમો અનુસાર કાપવા જોઈએ બાકી જીવન પર ખરાબ અસર પડે છે. આવો જાણીએ ક્યા દિવસ વાળ કપાવવા માટે અશુભ માનવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દિવસે વાળ ન કપાવવા
પુરાણો અનુસાર રવિવાર, સોમવાર, મંગળવાર, ગુરૂવાર અને શનિવારના દિવસે વાળ ન કપાવવા જોઈએ. ખાસ કરીને જે લોકોને પુત્ર હોય છે તે લોકોએ સોમવારે વાળ ન કપાવવા જોઈએ. માનવામાં આવે છે કે તેનાથી પુત્રનું જીવન પ્રભાવિત થાય છે. તો મંગળવારના દિવસે વાળ કપાવવાથી ઉંમર પર અસર થાય છે. શનિવારના દિવસે વાળ કપાવવાથી આર્થિક નુકસાન પહોંચે છે. રવિવારના દિવસે વાળ કપાવવાથી ધન, વૃદ્ધિ અને ધર્મની ક્ષતિ થાય છે. 


આ પણ વાંચોઃ બુધની સીધી ચાલ આ રાશિના લોકોની ભરી દેશે તિજોરી, દિવસ-રાત ગણવા પડશે રુપિયા


વાળ કપાવવા સમયે આ વાતનું રાખો ધ્યાન
વાળ કપાવવા સમયે કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. આ નિયમોનું પાલન ન કરવાથી આર્થિક સ્થિતિ પ્રભાવિત થાય છે, આ સાથે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. વાળ કપાવવા કે હજામત કરાવવા સમયે હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મોઢુ રાખીને બેસવું જોઈએ. માનવામાં આવે છે કે તેનાથી ઉંમર વધે છે. બાળ કપાવ્યા બાદ સ્નાન કરવું જોઈએ. વાળ કપાવ્યા બાદ સ્નાન ન કરવાથી શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 


આ દિવસે કપાવો વાળ
શાસ્ત્રો અનુસાર બુધવાર અને શુક્રવારના દિવસે વાળ કપાવવા જોઈએ. આ બંને દિવસે વાળ કપાવવાથી ભાગ્યનો સાથ મળે છે. આ દિવસે વાળ કપાવવાથી વ્યક્તિને લાભ અને યશની પ્રાપ્તિ થાય છે. ઘમા લોકો વાળ કપાવવા માટે આ નિયમોને અંધવિશ્વાસ કહીને નકારી દેતા હોય છે પરંતુ જ્યોતિષમાં આ નિયમનું પાલન કરવા પર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)