નવી દિલ્લીઃ એવી માન્યતા છેકે, હનુમાન જયંતીના દિવસે હનુમાનજીની પૂજા-અર્ચના કરવાથી બજરંગબલી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. સૌથી ખાસ વાત એછેકે, આવતીકાલે મંગળવારના દિવસે હનુમાન જયંતીનો અવસર આવી રહ્યો છે. તેના કારણે આ અવસર વધારે રૂડો બની ગયો છે. મંગળવાર અને શનિવાર હનુમાનજીના વાર ગણાય છે. તો આજે જ જાણીલો કે હનુમાનજીને કઈ-કઈ વસ્તુઓ પસંદ છે. કઈ વસ્તુનો ભોગ ચઢાવવાથી બજરંગબલી થશે પ્રસન્ન.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૈત્ર મહીનાની શુક્લ પક્ષની પૂનમ પર એટલેકે ચૈત્રી પૂર્ણિમા પર દર વર્ષે હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 27 એપ્રિલને મંગળવારના રોજ હનુમાન જયંતી ઉજવવામાં આવશે. આ વખતે મંગળવારના રોજ હનુમાન જયંતીનો અવસર હોવાથી ઘણાં બધા શુભ સંયોગ પણ જોવા મળી રહ્યાં છે.


હનુમાન જયંતીનું મહત્વઃ 
એવી માન્યતા છેકે, હનુમાનજી બજરંગબલીના નામે પણ જાણીતા છે. તેમની પૂજા-અર્ચના કરવાથી ભક્તોના સંકટ દૂર થાય છે. એ જ કારણસર તેમને સંકટ મોચક દેવ પણ કહેવામાં આવે છે. હનુમાનજીની આરાધનાથી ભક્તોને તમામ પ્રકારના રોગ-પીડા અને ભયમાંથી મુક્તિ મળે છે. સાથે જ હનુમાનજીની પૂજા કરવાથી આપણાં આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. એટલું જ નહીં એમ પણ કહેવાય છેકે, હનુમાનજીની પૂજા-અર્ચના કરવાથી કે એમનું સ્મરણ કરવાથી તમામ પ્રકારના ગ્રહ દોષનું પણ નિવારણ થાય છે. તેથી ભક્તો હનુમાન જયંતીના દિવસે ઉપવાસ કરીને ભગવાનની ઉપાસના કરે છે.


હનુમાનજીને પસંદ છે કઈ પ્રસાદીઃ
હનુમાનજીને લાડુની પ્રસાદી અતિપ્રિય છે. તેથી હનુમાનજીને હંમેશા લાડુની પ્રસાદી અર્પણ કરવામાં આવે છે. તેથી ભક્તો બુંદી, મોતીચુર અથવા બેસનના બનાવેલાં લાડુનો હનુમાનજીને ભોગ ચઢાવતા હોય છે. કહેવાય છેકે, લાલ રંગની બુંદીના લાડુનો ભોગ ચઢાવવાથી હનુમાનજી તમામ પ્રકારના ગ્રહ દોષોને દૂર કરે છે. આ ઉપરાંત ઘણાં લોકો હનુમાનજીને જલેબીનો પણ ભોગ ધરાવતા હોય છે. બજરંગબલીને પીળા અને લાલ રંગની વસ્તુઓ વધારે પસંદ છે.


(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી સુચના સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. Zee News  કે ZEE24કલાક આ અંગેની કોઈ પુષ્ટિ કરતુ નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube