ગણતરીના કલાકોમાં બનશે અત્યંત શુભ રાજયોગ, આ 5 રાશિવાળા માટે સુખનો સુરજ ઉગશે, ધન-વૈભવ વધશે
આ વખતે હનુમાન જયંતી વિશેષ છે કારણ કે અનેક અદભૂત સંયોગ બની રહ્યા છે. આ દિવસે ચિત્રા નક્ષત્ર, વજ્ર યોગ, અને મંગળવાર છે. આ સાથે જ ગુરુ આદિત્ય રાજયોગનો મહાસંયોગ પણ છે. એવું કહેવાય છે કે જ્યારે પણ કોઈ તિથિના દિવસે ગુરુ આદિત્ય રાજયોગનો સંયોગ બને તો તેનાથી અનેક રાશિઓને શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે.
હિન્દુ પંચાગ મુજબ આ વખતે 23 એપ્રિલ 2024ના રોજ દેશભરમાં હનુમાન જયંતીની ઉજવણી થશે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે જે પણ લોકો સાચા મનથી હનુમાનજીની સેવા અને પૂજા કરે છે તેમના તમામ દુખ દર્દ બજરંગબલી દૂર કરે છે. આ વખતે હનુમાન જયંતી વિશેષ છે કારણ કે અનેક અદભૂત સંયોગ બની રહ્યા છે. આ દિવસે ચિત્રા નક્ષત્ર, વજ્ર યોગ, અને મંગળવાર છે. આ સાથે જ ગુરુ આદિત્ય રાજયોગનો મહાસંયોગ પણ છે. એવું કહેવાય છે કે જ્યારે પણ કોઈ તિથિના દિવસે ગુરુ આદિત્ય રાજયોગનો સંયોગ બને તો તેનાથી અનેક રાશિઓને શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. આ વખતે હનુમાન જયંતી પર કઈ કઈ રાશિવાળાને શુભ સમાચાર સાંભળવા મળી શકે તે ખાસ જાણો.
મિથુન રાશિ
હનુમાન જયંતી પર બનનારા ગુરુ આદિત્ય રાજયોગના કારણે મિથુન રાશિના લોકોને ધનલાભ થઈ શકે છે. લાંબા સમયથી જો તમારા કામ પૂરા ન થતા હોય તો જલદી આ અધૂરા કામ પૂરા થઈ શકે છે. જે લોકો સિંગલ હોય તેમને હનુમાન જયંતી પર સાચો પ્રેમ મળી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને જલદી કોઈ મોટા ખુશખબર સાંભળવા મળી શકે છે. નોકરી કરતા લોકોને વિદેશમાં નોકરી કરવાની તક મળી શકે છે. જે લોકોને પોતાનો બિઝનેસ હોય તેમને જલદી તગડો નફો થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં પ્રેમ પથરાઈ શકે છે. જો તમે તમારા લગ્ન માટે પાત્રની શોધ કરી રહ્યા હોવ તો જલદી તમને ખુશખબર મળી શકે છે. નોકરી કરતા લોકોને ઓફિસમાં માન સન્માન વધી શકે છે.
કર્ક રાશિ
હનુમાન જયંતીના દિવસે કર્ક રાશિવાળાને ધનલાભ થઈ શકે છે. ઓફિસમાં આજે બોસ તમારા કામથી ખુશ થશે. જેનાથી આવનારા સમયમાં તમારું પ્રમોશન થઈ શકે છે. જે લોકોનો પોતાનો વેપાર હોય તેમને મોટો ઓર્ડર મળી શકે છે. આ ઓર્ડરથી તેમને કદાચ હાલ ફાયદો ન થાય પરંતુ ભવિષ્યમાં લાભ જરૂર થશે.
મકર રાશિ
મકર રાશિવાળા જાતકોના ઘરમાં જલદી કિલકિલારીઓ ગૂંજી ઉઠી શકે છે. નોકરી કરતા લોકોના પગાર વધી શકે છે. જે લોકોને લાંબા સમયથી નોકરીની શોધ હોય તેને આગામી મહિના સુધી કોઈ સારી નોકરી મળી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube