Ahmedabad News અમદાવાદ : અંબાજી, દ્વારકા મંદિરમાં ધજા ચઢાવવાનુ અનેરુ મહત્વ હોય છે. ત્યારે હવે અમદાવાદીઓને પણ ઘરઆંગણે આ લ્હાવો મળી શકે છે. હવેથી અમદાવાદીઓ નગરજનો નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે ધ્વજા અર્પિત કરી શકશે. માઇ ભક્તો નગરદેવી ભદ્રકાળી મંદિરે ધજા ચઢાવી શકશે. 100 વર્ષમાં પ્રથમ વાર ભક્તો ધજા અર્પણ કરી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં નગરદેવી મહાકાળી માતાનું પ્રાચીન મંદિર આવેલુ છે. આ મંદિર અમદાવાદીઓના આસ્થાનું કેન્દ્ર છે. મહાકાળી મંદિરમાં અત્યાર સુધી ધજા ફરકાવાની કોઇ વ્યવસ્થા ન હતી. આખડી કે બાધા રાખનારા ભક્તો જ ધજા મંદિરને અર્પણ કરતા હતા. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ લોકો માટે ધજા ચઢાવવા ખાસ વ્યવસ્થા કરી છે. 


ગુજરાતીઓ જુઓ કેનેડામાં કેટલી બેકારી છે, એક યુવકે વીડિયો બનાવીને ખોલી અસલી પોલ


અમદાવાદ મનપાએ પ્રાંગણમાં પોલની વ્યવસ્થા કરતાં આ મંદિરમાં ધજા ચઢાવવું શક્ય બન્યું છે. અત્યાર સુધી દર પુનમે બે તથા નવરાત્રિમાં પાંચ ભક્તો ધજા ચઢાવી શકતા હતા. ત્યારે હવેથી કોઇ પણ શ્રધ્ધાળુ નોંધણી કરાવી 1100 રૂપિયા ચૂકવી ધજા ચઢાવી શકશે. જો કોઇ ભક્ત ધજા વિના આવશે તો પણ મંદિર તરફથી ધજા આપવામાં આવશે. 


કહેતા નહિ કે ગુજરાતમા દારૂબંધી છે, 7 દિવસમા 2723 નબીરા દારૂ ઢીંચી ગાડી ચલાવતા પકડાયા


 


સુરતમાં બે વર્ષની બાળકીના હત્યારાને ફાંસીની સજા સંભળાવાઈ, દુષ્કર્મ બાદ કરી હતી હત્યા


આ સાથે  શશીકાંત તિવારીએ કહ્યું કે, ભદ્રકાળી માતાજીના મંદિરે જો કોઈ ભક્ત બહારથી ધ્વજા લઈને આવશે તો પણ તેમને રૂ.1100 તો આપવાના રહેશે. કોઈ વ્યક્તિ ધજા લઈને નહીં આવે તો તેમને મંદિર તરફથી પૂજા વિધિ કર્યા બાદ ધજા અપાશે. જેથી હવેથી અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા મંદિરે સામાન્ય વ્યક્તિ ધજા ચડાવી શકશે.


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના મોટા અપડેટ, આ પરીક્ષાની સંમતિ મુદતમાં કરાયો વધારો