નવી દિલ્હીઃ હોળી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. ફાગણ સુદ પૂનમે હોલિકા દહન કરવામાં આવે છે અને તેના બીજા દિવસે હોળી રમવામાં આવે છે. હોળીના 8 દિવસ પહેલાથી જ હોળાષ્ટક બેસી જાય છે. હોળાષ્ટકનું સમાપન હોલિકા દહન સાથે જ થાય છે. આપણા ધર્મમાં હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો કરવાની મનાઈ છે. તો ચાલો જાણીએ આ વર્ષે હોળાષ્ટક ક્યારથી બેસે છે. અને આ દરમિયાન શું-શું ન કરવુ જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોળાષ્ટક ક્યારથી શરૂ થાય છે
હિન્દુ પંચાગ અનુસાર, આ વર્ષે હોલિકા દહન 7 માર્ચ 2023નાં રોજ કરાશે. જ્યારે  હોળી 8 માર્ચે રમાશે. હોળીના 8 દિવસ પહેલાથી જ હોળાષ્ટક બેસી જાય છે. એટલા માટે આ વર્ષે હોળાષ્ટક 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી રહેશે.


આ પણ વાંચોઃ બાપ રે! આ કાળમાં કોઈનું મોત થાય છે તો સાથે લઈ જાય છે 5 વ્યક્તિઓને, કરજો આ ઉપાયો...


હોલિકા દહનનું શુભમૂહુર્ત કયુ છે?
હોલિકા દહન ફાગણ સુદ પૂનમનાં દિવસે કરવામાં આવે છે. પંચાગ અનુસાર ફાગણ સુદ પૂનમની તીથી 6 માર્ચે સાંજે 4 વાગ્યે ને 17 મિનિટથી લઈને બીજા દિવસે 7 માર્ચે  સાંજે 6 વાગ્યાને 09 મિનિટ સુધીની રહેશે. હોલિકા દહન 7 માર્ચે કરાશે. જ્યારે 8 માર્ચે ધુળેટી રમવામાં આવશે.


આ પણ વાંચોઃ ફેબ્રુઆરીમાં ચમકી જશે આ રાશિના જાતકોનું ભાગ્ય, મળશે ખુશીના સમાચાર


હોળાષ્ટકમાં આ કામ ક્યારેય ન કરવા જોઈએ
1) હોળાષ્ટકમાં લગ્ન, સગાઈ જેવા શુભકાર્યો ન કરવા જોઈએ. આ સિવાય મુંડન અને નામકરણ જેવા સંસ્કાર આદી કાર્યો પણ ટાળવા જોઈએ.
2) હોળાષ્ટકમાં નવા નિર્માણકાર્યો,  વાહન, પ્લોટ કે પછી કોઈ પ્રોપર્ટી ખરીદવી કે વેચવી વર્જિત છે.
3) હોળાષ્ટકમાં ભૂલથી પણ યજ્ઞ અને હવન જેવા કાર્યો ન કરવા જોઈએ.
4) હોળાષ્ટકમાં શુભકાર્યોની શરૂઆત ન કરવી જોઈએ, જો તમે કોઈ નવી દુકાનનો શુભારંભ કરવાનું વિચારી રહ્યા છો તો હોળાષ્ટક પહેલા અથવા પછી કરો.
5) હોળાષ્ટકમાં સોના-ચાંદીના ઘરેણાની ખરીદી ન કરવી જોઈએ. તમે હોળાષ્ક પહેલા કે પછી તેને ખરીદી શકો છો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube