Holi 2023: હોળી 7મીએ છે કે 8મીએ? હોલિકા દહનની સાચી તારીખ અને પ્રગટાવાનો શુભ સમય જાણી લો...
પંચાંગ અનુસાર, ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તિથિ 6 માર્ચ 2023ના રોજ સાંજે 04.17 કલાકે શરૂ થશે, બીજા દિવસે 7 માર્ચ 2023ના રોજ સાંજે 06.09 કલાકે સમાપ્ત થશે.
Holi 2023: હોળીનો તહેવાર ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળીની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે. આવો જાણીએ હોલિકા દહનની તારીખ અને ક્યારે ધૂળેટી રમાશે
પંચાંગ અનુસાર, ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તિથિ 6 માર્ચ 2023ના રોજ સાંજે 04.17 કલાકે શરૂ થશે, બીજા દિવસે 7 માર્ચ 2023ના રોજ સાંજે 06.09 કલાકે સમાપ્ત થશે. હોલિકા દહન આ વર્ષે 7 માર્ચ 2023ના રોજ છે. આ દિવસે હોલિકા દહનનો શુભ સમય 06:31 થી 08:58 સુધીનો રહેશે.
પાખંડીને સજા થતાં આ પરિવારે ઘરમાં ઉજવણી કરી મીઠાઈ વહેંચી: દીકરી સાથે થયો હતો આ કાંડ
આ વર્ષે રંગવાલી હોળી 8 માર્ચ 2023ના રોજ રમાશે. રંગવાલી હોળીને ધુળેટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવાર ભાઈચારા અને સમાનતાનું પ્રતિક છે. આ દિવસે ફરિયાદોને બાજુ પર રાખીને, દરેક વ્યક્તિ એકબીજાને રંગો લગાવે છે અને હોળીની શુભેચ્છા પાઠવે છે. હોલિકા દહનના દિવસે, તેની વિધિવત પૂજા કરવામાં આવે છે અને હોલિકાની આસપાસ ત્રણ કે સાત પરિક્રમા કરવામાં આવે છે. હોલિકા દહનનો તહેવાર અનિષ્ટ પર સારાની જીતનું પ્રતિક છે.
બજેટ પહેલાં જ ગુજરાતીઓને વેરાઓની મળી ભેટ, 10થી 50 ટકા વધ્યા આ વેરા
દર વર્ષે હોળીના થોડા દિવસો પહેલાં, મથુરા અને બ્રજમાં લઠ્ઠમાર હોળી રમવામાં આવે છે. લઠમાર હોળી વિશ્વ પ્રસિદ્ધ છે. આ વખતે 28 ફેબ્રુઆરી 2023ના રોજ લઠમાર હોળી રમાશે. દ્વાપર યુગમાં રાધા-કૃષ્ણ લઠમાર હોળી રમતા હતા, આ પરંપરાનું આજ સુધી પાલન કરવામાં આવે છે. આમાં ગોપીઓ (સ્ત્રીઓ) નંદગાંવથી આવતા ગોવાળો (પુરુષો)ને લાકડીઓ વડે માર મારે છે અને પુરુષો ઢાલની મદદથી ભાગવાનો પ્રયાસ કરે છે.