નવી દિલ્હીઃ  Shani Surya Budh Trigrahi Yog 2023: હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે હોલિકા દહન 7 માર્ચે થશે. જ્યારે રંગોના પર્વની ઉજવણી 8 માર્ચે થશે. જ્યોતિષ પ્રમાણે આ વર્ષે હોળીનો તહેવાર ખાસ રહેવાનો છે. હકીકતમાં હોળી પર શનિ 30 વર્ષ બાદ સ્વરાશિ કુંભ અને 12 વર્ષ બાદ ગુરૂ સ્વરાશિ મીનમાં બિરાજમાન રહેવાના છે. આ સિવાય કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગ બન્યો રહેશે. કુંભ રાશિમાં શનિ, સૂર્ય અને બુધ ત્રિગ્રહી યોગનું નિર્માણ કરી રહ્યાં છે. હોળી પર ગ્રહોની સ્થિતિ 30 વર્ષ બાદ બની રહી છે. આવો જાણીએ આ દુર્લભ સંયોગ કઈ રાશિનું ભાગ્ય ચમકાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિઃ હોળીના અવસર પર બની રહેલ આ શુભ યોગ વૃષભ રાશિના જાતકોને નાણાંકીય લાભ આપી શકે છે. નોકરી કરતા લોકો માટે સમય અનુકૂળ છે. નોકરીમાં તક મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે. વેપાર સાથે જોડાયેલા લોકોને પણ ફાયદો થશે. જે લોકો લાંબા સમયથી રોકાણ કરવાનું વિચારી રહ્યા હતા, તેમના માટે પણ સમય સાનુકૂળ છે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે. માન-સન્માન વધશે. 


આ પણ વાંચોઃ ખાતા હશો પણ ખબર નહી હોય, રોટલી પીરસવાનો પણ છે નિયમ, તમે ભૂલ નથી કરતા ને!


મિથુન રાશિઃ મિથુન રાશિના જાતકોનો ભાગ્યોદય થશે. તમે જે પણ કામમાં હાથ નાખશો તમને સફળતા મળશે. સરકારી નોકરીની તૈયારીમાં જોડાયેલા છાત્રોને ખુશખબર મળી શકે છે. વિદેશમાં રહેવા કે નોકરી કરવાનું સપનું સાકાર થઈ શકે છે. જે લોકો બિઝનેસ કરે છે, તે પોતાના કાર્ય ક્ષેત્રનો વિસ્તાર કરી શકે છે. આર્થિક મોર્ચા પર લાભની પ્રબળ સંભાવના છે. આ સમયમાં તમારૂ મન પૂજા પાઠમાં લાગશે. ઈશ્વર પ્રત્યે તમારી આસ્થા વધશે. દાન-પુણ્યનું કાર્ય કરવાથી વધુ લાભ મળશે. 


વૃશ્ચિક રાશિઃ શનિ, સૂર્ય અને બુધનો ત્રિગ્રહી યોગ તમને વાહન અને ભવનનું સુખ આપી શકે છે. આ દરમિયાન તમે કોઈ નવા વાહનની ખરીદી કરી શકો છો. જે લોકો પોતાના ઘરનું સપનું લાંબા સમયથી જોઈ રહ્યાં છે, તેની સાથે જોડાયેલો બિઝનેસ કરનારને પણ સારો ધન લાભ થઈ શકે છે. જે લોકો લાંબા સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યાં છે, તેની મુશ્કેલી જલદી દૂર થઈ શકે છે. કરિયર-કારોબારમાં લાભનો અવસર પ્રાપ્ત થશે. 


આ પણ વાંચોઃ Holika Dahan: આ વખતે હોલિકા દહનના મુહૂર્તમાં ડખો, મંદિરના મહારાજો પણ અસમંજસમાં


કુંભઃ સૂર્ય, શનિ અને બુધ તમારી રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ કરવાના છે. આ દુર્લભ યોગ તમારી રાશિ માટે શુભ માનવામાં આવી રહ્યો છે. જ્યોતિનું કહેવું છે કે કુંભ રાશિના જાતકોને ધન લાભનો અવસર પ્રાપ્ત થશે. શિક્ષણના ક્ષેત્રમાં જાતકોને ખુબ ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે. કરિયર-કારોબારમાં ધીમે-ધીમે સુધાર આવતો જશે. ઘર-પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારૂ રહેવાનું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube