Holi 2023 : ડાકોરમાં ભગવાન રાજા રણછોડનું બાળ સ્વરૂપ ગોપાલ લાલજી વાજતે ગાજતે નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારે હોળી પહેલા ડાકોરનું વાતાવરણ ભક્તિમય બન્યું છે. ભગવાન ગોપાલ લાલજી સૌપ્રથમ પોતાની ગાયોની સાથે બિરાજમાન થઈ લાલબાગ પહોંચ્યા હતા. વર્ષો પહેલા ભગવાને લક્ષ્મીજીને વચન આપ્યું હતું કે, વર્ષની તમામ એકાદશી અને વર્ષના તમામ શુક્રવારે હું વાજતે ગાજતે તમને મળવા આવીશ એ જ વચનનું પાલન કરતાં આજે ભગવાન લક્ષ્મીજીને પણ મળવા ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાગણી પૂનમનો ઉત્સવ ડાકોર રણછોડજી મંદિરમાં ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવાય છે. ત્યારે આજે આમલકી એકાદશીના દિવસે ભાગની પૂનમનો ઉત્સવ ડાકોર રણછોડજી મંદિરમાં શરૂ થાય છે, તે મુજબ આજે રણછોડજીનું બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજ સોના ચાંદીની પાલખીમાં બિરાજમાન થઈ નગર ચરીયાએ નીકળ્યા હતા. રણછોડજી મંદિરેથી સવારી નીકળી મંદિરની ગૌશાળાએ થઈ લાલબાગ પહોંચી પરત મંદિરે પધારશે. આ સવારી દરમિયાન હજારો ભક્તો આ ઉત્સવમાં જોડાયા હતા. સાથે સાથે અબીલ ગુલાલની છોળો ઉડાડતા નજરે પડ્યા હતા. ત્યારે આ સવારી દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. 


આ પણ વાંચો : 


નવરા બેઠા હોવ તો આ ધંધો કરવા જેવો, તરવરિયો ગુજરાતી યુવક મધમાખીથી વર્ષે કમાય છે લાખો


ડાકોરમાં ફાગણી પૂનમનું અનેરૂ મહત્વ છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પગપાળા ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરના દર્શનાર્થે આવતા હોય છે. હોળીને તહેવારને ફાગણી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ બહુ પ્રસિદ્ધ પૂનમ ડાકોરની પદયાત્રા સાથે જોડાયેલી છે. ફાગણી પૂનમે ડાકોરમાં ભગવાન રણછોડરાયનાં દર્શને લોકો આવે છે, જેમાં અમદાવાદથી લાખો પદયાત્રીઓ જાય છે. શ્રદ્ધાળુઓનો આ મહાસાગર જય રણછોડના જયઘોષ સાથે પદયાત્રા કરતો હોય ત્યારે તેમને જમવાની-રહેવાની-નાસ્તા જેવી સવલતો પુરી પાડવા સેવા કેન્દ્રો ૨૪ કલાક ધમધમતા હોય છે. લોકો ઉત્સાહ ભેર પદયાત્રા કરતા ડાકોર જાય છે. જો કે ચાલી ન શકે તેવા લોકો માટે સંઘમાં વ્યવસ્થા કરવામાં આવે છે. ચાલી ન શકતા લોકો માટે ઊંટ ગાડી કરવામાં આવી છે. જેમાં બેસી ભજનના તાલે ઝૂમતા ભક્તો ડાકોરના રણછોડરાયના દર્શન કરવા પહોંચશે. 


[[{"fid":"430224","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"dakor_holi_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"dakor_holi_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"dakor_holi_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"dakor_holi_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"dakor_holi_zee.jpg","title":"dakor_holi_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


હોળી અને ધુળેટીના તહેવારને લઇને એસટી વિભાગે વિશેષ બસ દોડવવાની જાહેરાત કરી છે. હોળી પર્વની ઉજવણી કરવા માટે વતન તરફ જતાં નાગરિકોની સરળતા અને આનંદદાયક મુસાફરી માટે રાજ્યભરમાં ખાસ બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત મુસાફરો સમયસર અને સહેલાઈથી ઘરે પહોંચી શકે તે માટે કુલ ૬,૮૦૦ એક્સ્ટ્રા ટ્રીપ ફાળવવામાં આવી છે. આ તહેવાર દરમિયાન પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લા તરફ જવા માટે કુલ ૪૨૩૦ ટ્રીપ, હોળી પર્વ દરમિયાન ઉજવાતાં ફૂલડોલ ઉત્સવ માટે જામનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર અને સોમનાથ ખાતેથી વધારાના મુસાફરોની રાહત માટે કુલ ૭૦ ટ્રીપ અને વડોદરા, ડાકોર, નડિયાદ, અમદાવાદ તથા ગોધરા માટે કુલ ૨૫૦૦ જેટલી ટ્રીપ વધારવાનો નિર્ણય કરાયો છે.


આ પણ વાંચો : 


વાત આસ્થાની હોય તો પ્રસાદ બદલવાની શું જરૂર! કેમ બદલવી છે અંબાજીની 500 વર્ષ જૂની પ્રથ