10 વર્ષ બાદ હોળી પર બનશે અત્યંત શુભ રાજયોગ, 3 રાશિવાળાને અપાર આકસ્મિક ધનલાભ થશે, તિજોરીઓ ખૂટી પડશે
આ વખતે હોળી પર શુક્ર અને મંગળની યુતિ બની રહી છે. જેનાથી મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ બનવાથી કેટલીક રાશિઓના સારા દિવસ શરૂ થઈ શકે છે. આ સાથે જ આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે.
વૈદિક જ્યોતિષ મુજબ ક્યારેક ક્યારેક હોળી અને દીવાળી પર એવા શુભ અને રાજયોગ બને છે જે વ્યક્તિને ધનલાભ અને પ્રગતિ કરાવે છે. આ વખતે હોળી પર શુક્ર અને મંગળની યુતિ બની રહી છે. જેનાથી મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ બનવાથી કેટલીક રાશિઓના સારા દિવસ શરૂ થઈ શકે છે. આ સાથે જ આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે. જાણો કઈ હશે તે ભાગ્યશાળી રાશિઓ...
તુલા રાશિ
તુલા રાશિવાળા માટે મહાલક્ષ્મી રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિના પંચમ ભાવ પર બનવા જઈ રહી છે. આથી આ સમય દરમિયાન હોળી પર તમને શુભ સમાચાર મળી શકે છે. સંતાનોની પ્રગતિ થઈ શકે છે. કારોબારમાં અનેકગણો વધારો થઈ શકે છે. ધન પ્રાપ્તિ માટે અનેક શુભ યોગ પણ બની રહ્યા છે. આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય સારું રહેશે. સમયાંતરે આકસ્મિક ધનલાભ થશે. બેંક બેલેન્સમાં વધારો થશે.
વૃશ્ચિક રાશિ
મહાલક્ષ્મી રાજયોગ બનવાથી આ રાશિવાળાના અચ્છે દિન શરૂ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિના ચતુર્થ ભાવ પર બની રહ્યો છે જે ભૌતિક સુખની પ્રાપ્તિ કરાવશે. વાહન અને પ્રોપર્ટી મળી શકે છે. શેર બજાર કે પછી કોઈ યોજનામાં રોકાણ કર્યું હોય તો તેમાં જબરદસ્ત લાભ થઈ શકે છે. જે લોકો નોકરી કરે છે તેમનું પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટ થઈ શકે છે.
કુંભ રાશિ
તમારા માટે આ રાજયોગ શુભ સાબિત થઈ શકે છે. કારણ કે તે ગોચર કુંડળીના લગ્નભાવમાં બનવા જઈ રહ્યો છે. વ્યક્તિત્વ નીખરશે તથા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. પાર્ટનરશીપના ધંધો કરનારા લોકો માટે સારો સમય રહેશે. ધનમાં વધારો થશે. લગ્નજીવન સારું રહેશે. અપરણિત લોકોને લગ્નના પ્રસ્તાવ આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube