Horoscope: 25 માર્ચે હોળી છે. આ દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ ચંદ્ર ગ્રહણનો દરેક 12 રાશિઓ પર પ્રભાવ જરૂર પડશે. હોળી પર ચંદ્ર ગ્રહણની સાથે સૂર્ય, રાહુ, ચંદ્રમાની યુતિ પણ બનવા જઈ રહી છે. આ દિવસે સૂર્ય, રાહુ, ચંદ્રમા મીન રાશિમાં બિરાજમાન થઈને ગ્રહણ યોગનું નિર્માણ કરશે. ગ્રહણ યોગને જ્યોતિષમાં શુભ માનવામાં આવતો નથી. હોળી પર ચંદ્ર ગ્રહણ અને ગ્રહણ યોગથી કેટલાક જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. આવો જાણીએ હોળી પર ચંદ્ર ગ્રહણ અને સૂર્ય, રાહુ, ચંદ્રમાની યુતિથી કયાં જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મકર રાશિ
- લોહીથી સંબંધિત રોગ થવાનો યોગ બની રહ્યો છે.
- તમારા પર કાયદાકીય કેસ દાખલ કરવામાં આવી શકે છે.
- અધિકારીઓ સાથે અણબનાવ બની શકે છે.
- કુલ મળી તમારે સમજી વિચારી કાર્ય કરવાની જરૂર છે.
- ઘરેલુ મુશ્કેલીનો યોગ બની રહ્યો છે.
- એકાગ્રતાનો અભાવ રહેશેય
- કપટીઓથી સાવધાન રહેવાની જરૂર છે. 


કુંભ રાશિ
- સાંધાના દુખાવાથી પરેશાન થવું પડી શકે છે.
- નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો.
- તમે ખરાબ લોકોની સંગતમાં આવી શકો છો.
- તમે તમારૂ માનસિક સંતુલન ન ગુમાવો.
- સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો.
- કોઈ મોટો નિર્ણય લેતા પહેલા ઘર-પરિવાર કે મિત્રો સાથે ચર્ચા કરો.
- વેપારમાં જોખમ લેવાથી બચો.
- ઘર પરિવારમાં કોઈ વૃદ્ધનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. 


આ પણ વાંચોઃ Weekly Horoscope: આ અઠવાડીયામાં કઈ કઈ રાશિને થશે ધન લાભ અને કોણ થશે નિરાશ જાણો


મીન રાશિ
- અટવાયેલા કામમાં હજુ વિલંબ થશે.
- ટીકા તમને સફળ થવાનું બળ પ્રદાન કરશે.
- કોઈ મોટા રોકાણથી બચો.
- ક્રોધ તથા આવેશ પર સંયમ રાખો. આમ ન કરવાથી મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે.
- વેપાર અને કાર્યસ્થળ તમારૂ ભાગ્ય સાથ આપશે નહીં.
- જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
- નાણાનો ખર્ચ સમજી વિચારી કરો.


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)