Holika Dahan 2024 ke Upay: હિન્દુ ધર્મમાં હોલિકા દહનના પર્વનું વિશેષ મહત્વ છે. દર વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા દહનનું પર્વ દેશભરમાં ઉજવવામાં આવે છે. હોલિકા દહનને હોલિકા દીપક કે નાની હોળીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ પર્વ અનીતિ પર નીતિની જીતના પ્રતીકના રૂપમાં ઉજવવામાં આવે છે. વૈદિક પંચાગ અનુસાર આ વર્ષે હોળી 25 માર્ચ (Holika Dahan 2024 Date)ના દિવસે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વિશેષ દિવસ પર કેટલાક ખાસ ઉપાયોનું પાલન કરવાથી જીવનમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થાય છે. આવો જાણીએ હોલિકા દહનના ઉપાય...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોલિકા દહન 2024 શુભ મુહૂર્ત (Holika Dahan 2024 Shubh Muhurat)
વૈદિક પંચાગ અનુસાર ફાગણ મહિનાની પૂનમ તિથિ 24 માર્ચે સવારે 9 કલાક 55 મિનિટ પર શરૂ થશે અને 24 માર્ચે બપોરે 12 કલાક 29 મિનિટ પર સમાપ્ત થઈ જશે. હોલિકા દહન પ્રદોષ કાળમાં કરવામાં આવે છે. તેવામાં આ પર્વ ઘણી જગ્યાએ રવિવાર 24 માર્ચે ઉજવવામાં આવશે.


આ પણ વાંચોઃ હોળી પર ચંદ્ર ગ્રહણ અને સૂર્ય, રાહુ, ચંદ્રમાની યુતિ આ જાતકો માટે ખતરનાક, જાણો વિગત


હોલિકા દહન પર જરૂર કરો આ ઉપાય (Holika Dahan ke Upay)

- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકા દહનના દિવસે હોલિકા દહનની રાખ ઘરે લાવો અને તેને લાલ કપડામાં બાંધીને રાખી દો. આ ઉપાયનું પાલન કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 


- હોલિકા દહનના દિવસે માતા લક્ષ્મીને ખીરનો ભોગ અવશ્ય ધરાવો. આ એટલા માટે કારણ કે પૂનમની તિથિ માતા લક્ષ્મીની ઉપાસના માટે સમર્પિત છે. તેવામાં આ વિશેષ દિવસ પર માતા લક્ષ્મીની ઉપાસના કરવાથી અને આ ઉપાયનું પાલન કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.


- હોલિકા દહનના સમયે સાત પાનના પત્તાને હાથમાં લઈને હોલિકાની પરિક્રમા કરો અને તમારી મનોકામનાઓ મનમાં બોલો. પરિક્રમા બાદ આ પાન હોળીમાં અર્પણ કરી દો. આ ઉપાય કરવાથી દરેક દુખ અને કષ્ટમાંથી મુક્તિ મળે છે.


ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી દરેક જાણકારી સામાજિક અને ધાર્મિક આસ્થા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.