નવી દિલ્હીઃ હવે વર્ષ 2022 પૂર્ણ થવાનું છે અને નવા વર્ષ 2023ની શરૂઆત થવાની છે. જ્યોતિષ ગણનાઓ અનુસાર વર્ષ 2023માં ઘણા ગ્રહ રાશિ પરિવર્તન કરવાના છે. ગ્રહોના રાશિ પરિવર્તનની માનવીય જીવનમાં અસર પડે છે. કેટલીક રાશિના જાતકો માટે શુભ તો કેટલાક જાતકો માટે અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. 2023 કેટલીક રાશિઓ માટે ખુબ શુભ રહેશે તો કેટલીક રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિઃ મન અશાંત રહેશે. ખોટા ક્રોધ અને વાદ-વિવાદથી બચીને રહેવું છે. માતા-પિતાનો સાથ મળશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. શૈક્ષણિક કાર્યમાં સુધાર થશે, પરંતુ સચેત રહો. 


વૃષભ રાશિઃ આશા-નિરાશાનો ભાવ મનમાં આવી શકે છે. નોકરીમાં કાર્ય ક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના બની રહી છે. પરિશ્રમ વધુ રહેશે. કલા કે સંગીત પ્રત્યે રૂચિ વધી શકે છે. યાત્રા લાભપ્રદ રહેશે. 


મિથુન રાશિઃ વાણીમાં સૌમ્યતા રહેશે. આત્મવિશ્વાસ વધુ રહેશે, તેમ છતાં સંચય રહેશે. ધૈર્ય બનાવી રાખવાનો પ્રયાસ કરો. કારોબારની સ્થિતિ સંતોષજનક રહેશે. યાત્રા પર જઈ શકો છો. 


કર્ક રાશિઃ મન પરેશાન રહેશે. આત્મવિશ્વાસમાં કમી આવશે. ધૈર્યમાં કમી રહેશે. આત્મસંયત રહો. માતાપિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. શૈક્ષણિક કાર્યોમાં વ્યસ્તતા વધશે. 


સિંહ રાશિઃ મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે. કારોબારમાં લાભ થશે. પરંતુ ભાગદોડ વધુ રહેશે. વાહન સુખમાં વૃદ્ધિ થઈ શકે છે. 


કન્યા રાશિઃ મનમાં શાંતિ તથા પ્રસન્નતા રહેશે. આત્મવિશ્વાસ સારો રહેશે. કારોબારમાં વિસ્તાર માટે રોકાણ થઈ શકે છે. વાતચીતમાં ધ્યાન રાખો. 


આ પણ વાંચોઃ મોત પહેલા વ્યક્તિને મળે છે આ 5 સંકેત, શરીરમાં થાય છે આવા ફેરફાર


તુલા રાશિઃ વાણીમાં સૌમ્યતા રહેશે. આત્મવિશ્વાસ સારો રહેશે પરંતુ અતિ ઉત્સાહી થવાથી બચવું જોઈએ. ધૈર્ય બનાવી રાખો. ખોટા વાદવિવાદથી બચો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. 


વૃશ્ચિક રાશિઃ મન અશાંત રહેશે. આત્મસંયમ રાખો. ગુસ્સા અને વાદ વિવાદથી બચવું જોઈએ. માતાપિતાનો સાથ મળી શકે છે. ઘર-પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે. નોકરીમાં પરિવર્તનનો યોગ બની રહ્યો છે. 


ધન રાશિઃ મનમાં નિરાશા તથા અસંતોષ થઈ શકે છે. ધૈર્યશિલતામાં કમી પણ હોઈ શકે છે. સંયમીત રહો. પરિવારની સાથે કોઈ ધાર્મિક સ્થાન પર જઈ શકો છો. ખર્ચમાં વધારો થશે. પિતાનો સહયોગ મળી શકે છે. 


મકર રાશિઃ મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ વધશે, પરંતુ સંયમ રાખો. ખોટા ગુસ્સાથી બચો. માતાપિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ભાગદોડ વધુ રહેશે. 


કુંભ રાશિઃ આત્મવિશ્વાસ સારો રહેશે. મનમાં નકારાત્મક વિચારોથી દૂર રહો. વાણીના પ્રભાવમાં વૃદ્ધિ થશે. કોઈ મિત્રના સહયોગથી કારોબારની તક મળી શકે છે. સંતાન સુખમાં વૃદ્ધિ થશે. 


મીન રાશિઃ મનમાં શાંતિ તથા પ્રસન્નતા રહેશે. વાંચવામાં રૂચિ વધશે. શૈક્ષણિક કાર્યોના સુખદ પરિણામ મળશે. માન-સન્માનની પ્રાપ્તિ થશે. શાસન-સત્તાનો સહયોગ મળશે. આવકમાં વધારો થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube