Shani Dev: જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. શનિદેવને પાપી અને ક્રૂર ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. શનિના અશુભ થવા પર વ્યક્તિએ ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ તેવું નથી કે શનિદેવ માત્ર અશુભ ફળ આવે છે. શનિદેવ શુભ ફળ પણ આપે છે. શનિના શુભ થવા પર વ્યક્તિનો ભાગ્યોદય થાય છે. વર્ષ 2024માં શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન રહેશે. કુંભ રાશિમાં રહી શનિદેવ 2024ના અંત સુધી કેટલાક જાતકો પર વિશેષ કૃપા રહેશે. આ રાશિના જાતકો જશ્ન મનાવશે. આવો જાણીએ 2024ના અંત સુધી કયાં જાતકોનો સિતારો ચમકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
કોઈ સંપત્તિ આવકનું સાધન બની શકે છે.
મિત્રોનો સહયોગ મળશે.
યાત્રા પર પણ જઈ શકો છો.
ઘર-પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે.
દાંપત્ય જીવન સુખમય રહેશે.
આર્થિક પક્ષ મજબૂત થશે.
આ સમય નવુ કાર્ય કરવા માટે શુભ રહેશે.


વૃષભ રાશિ
આત્મવિશ્વાસમાં વધારો થશે.
નોકરીમાં કાર્યભારમાં વધારો થઈ શકે છે.
કારોબારનો વિસ્તાર થઈ શકે છે.
પિતાનો સાથ મળશે.
ધન લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે.
દાંપત્ય જીવન સુખમય રહેશે.
શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે સમય શુભ રહેશે.
આ સમયે નવુ કાર્ય શરૂ કરી શકો છો.
નવા કાર્યથી લાભ થવાની આશા છે. 


આ પણ વાંચોઃ ઘરમાં સુખ-શાંતિ વધારે છે ગુરુવારના આ ઉપાય, બીજા નંબરનો ઉપાય તો બનાવી શકે છે કરોડપતિ


મિથુન રાશિ
આત્મવિશ્વાસ સારો રહેશે.
નોકરીમાં પ્રગતિનો માર્ગ ખુલી શકે છે.
કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે.
ઘર-પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે.
ધનની સ્થિતિમાં સુધાર થશે.
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
નોકરી અને વેપાર માટે આ સમય શુભ રહી શકે છે.
પરિવારના સભ્યોનો સહયોગ મળશે.
દરેક જગ્યાથી લાભ મળવાની આશા છે.


સિંહ રાશિ
ઘર-પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે.
કોઈ મિત્રનો સહયોગ તમારી આવક વધારવાનું સાધન બની શકે છે.
સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી રાહત મળી શકે છે.
માનસિક શાંતિ રહેશે.
આર્થિક પક્ષ મજબૂત થશે.
લગ્ન જીવન સુખમય રહેશે. 


આ પણ વાંચોઃ 3 રાશિઓના બેન્ક બેલેન્સમાં થશે જબ્બર વધારો, જ્યારે મંગળ, બુધ અને શુક્ર મચાવશે ધમાલ


કન્યા રાશિ
આ સમયે તમારા શત્રુઓ પર હાવી રહેશો.
માનસિક શાંતિનો અનુભવ કરશો.
સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 
શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકોએ સફળતા મેળવવા વધુ મહેનત કરવી પડશે.
લગ્ન જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો) 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube