Rashifal Surya Grahan: આ વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ 8 એપ્રિલ એટલે કે ચૈત્ર મહિનાની અમાસ પર લાગી રહ્યું છે. અમાસ પર લાગનાર ગ્રહણ ખુબ ખાસ રહેશે. તે ભારતમાં જોવા મળશે નહીં અને ન તેનો સૂતક કાળ માનવામાં આવશે. જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે તો સૂર્ચની ચમકતી સપાટી ચંદ્રમાને કારણે જોવા મળતી નથી, તેના કારણે સૂર્ય ઢંકાઈ જાય છે, આ સ્થિતિને સૂર્ય ગ્રહણ કહે છે. સૂર્ય ગ્રહણનું ખુબ ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ હોય છે. વર્ષના પ્રથમ સૂર્ય ગ્રહણની દરેક 12 રાશિઓ પર અસર પડશે. કેટલાક જાતકોને શુભ તો કોઈને અશુભ ફળની પ્રાપ્તિ થશે. આવો જાણીએ વર્ષના પ્રથમ સૂર્ય ગ્રહણથી કયાં જાતકોને લાભ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ સમય વરદાન સમાન છે.
શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો.
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં સામેલ થવાની તક મળશે.
સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.
માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે.
આર્થિક પક્ષ મજબૂત રહેશે. 


મિથુન રાશિ
નોકરી સંબંધિત શુભ સમાચાર મળી શકે છે.
આવકમાં વધારો થવાથી પૈસાની મુશ્કેલી દૂર થશે.
જીવનસાથી સાથે સમય પસાર કરશો અને લગ્ન જીવન સુખમય રહેશે.
શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સારો સમય છે.
આ દરમિયાન રોકાણ કરવાથી લાભ થશે.
સ્વાસ્થ્ય સારૂ રહેશે. 


આ પણ વાંચોઃ Ram Mandir: અયોધ્યા સિવાય ભારતના આ રાજ્યોમાં આવેલા રામ મંદિર પણ છે પ્રખ્યાત


સિંહ રાશિ
અટવાયેલા કામ પૂરા થઈ શકે છે.
કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળશે.
યાત્રાથી લાભ થશે.
આવકમાં વધારો થઈ શકે છે.
તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા થશે.
દરેક કાર્યોમાં સફળતા મળશે.
નોકરી તથા વેપાર માટે આ સમય શુભ છે. 


કન્યા રાશિ
ધન લાભનો યોગ બની રહ્યો છે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે.
નોકરી અને વેપારમાં પ્રગતિનો યોગ બની રહ્યો છે.
 મહેનત કરવાથી કાર્યોમાં સફળતા જરૂર મળશે.
પરિવારના સભ્યો સાથે સમય પસાર કરશો.
નવુ વાહન કે મકાન ખરીદી શકો છો.
દાંપત્ય જીવન સુખમય રહેશે.
શુભ પરિણામ મળશે.


ધન રાશિ
આર્થિક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.
માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે.
ધન લાભ થશે.
ધૈર્યથી કામ લેવાથી સફળતા જરૂર મળશે.
કાર્યક્ષેત્રમાં બધા તમારી પ્રશંસા કરશે.
વેપારમાં લાભ થશે. 
જીવનસાથી સાથે સમય પસાર કરશો.


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો) 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube