ધન વૈભવ અને સૌંદર્યના કારક શુક્ર સમયાંતરે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત હોય તો સુખ સમૃદ્ધિ ભરપૂર રહે છે. થોડા દિવસમાં શુક્ર પોતાની ચાલ બદલવાના છે. જેનો પ્રભાવ તમામ રાશિ પર પડશે. 25 ડિસેમ્બરના દિવસે શુક્ર વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે, તેના બરાબર 2 દિવસ બાદ શુક્રનું નક્ષત્ર પરિવર્તન થશે. 28 ડિસેમ્બરના રોજ શુક્ર દેવ અનુરાધા નક્ષત્રમાં બપોરે 1.02 કલાકે પ્રવેશ કરશે. 17 ફેબ્રુઆરી 2024 સુધી શુક્ર દેવ અનુરાધા નક્ષત્રમાં જ રહેશે. શુક્રની આ બદલતી ચાલ કઈ રાશિઓ માટે ભાગ્યોદયનું કારણ  બનશે તે ખાસ જાણો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ક રાશિ
કર્ક રાશિવાળા માટે શુક્રનું ગોચર ખુબ જ લાભકારી સાબિત થઈ શકે છે. ધન આગમન સાથે પ્રમોશનના દુર્લભ યોગ બની રહ્યા છે. તમને જીવન સાથીનો સાથ મળશે અને લવ લાઈફમાં રોમાન્સ જળવાઈ રહેશે. કરિયરની દ્રષ્ટિથી તમારે તમારી સ્કીલ્સને ઈમ્પ્રુવ કરવાની જરૂર છે. હેલ્થ પણ સારી રહેશે. 


વૃષભ રાશિ
શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન વૃષભ  રાશિવાળા માટે શુભ સાબિત થઈ શકે છે. લાઈફ પાર્ટનર સાથે ચાલી રહેલી મુશ્કેલીઓ સમાપ્ત થશે. વેપારીઓને નફાકારક ડીલ મળી શકે છે. સંતાન સંલગ્ન કઈક શુભ સમાચાર પણ મળશે. મુસાફરીના યોગ પણ બની રહ્યા છે. 


સિંહ રાશિ
સિંહ રાશિવાળા માટે શુક્રની બદલતી ચાલ ફાયદાકારક બની રહેશે. આવક વધવાની અનેક તકો હાથ લાગશે. સિંગલ લોકો કોઈ રસપ્રદ વ્યક્તિને મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે. ઘર પરિવારમાં શાંતિનો માહોલ રહેશે. આ દરમિયાન તમે ધાર્મિક ગતિવિધિઓમાં સામેલ થઈ શકો છો. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube