Astro Tips: દરેક વ્યક્તિને કોઈને કોઈ વસ્તુથી ડર જરૂર લાગે છે. વ્યક્તિ કોઈ પણ હોય તેને જીવનમાં ક્યારેક તો ભયનો સામનો કરવો જ. આ ભય કોઈપણ વસ્તુનો હોઈ શકે છે. અજાણ્યા ભયના કારણે જીવન કષ્ટદાયી બની જાય છે. ઘણા લોકો એવા પણ હોય છે જેમને સતત ભય અને ચિંતા રહે છે. આ પ્રકારના ભયને દૂર કરવાના ઉપાય જો તે શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી નકારાત્મક ઊર્જાને સકારાત્મક ઉર્જામાં બદલી શકાય છે અને ભયનું વાતાવરણ દૂર થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ગંગા દશેરાના દિવસે કરેલા પીળી સરસવના આ ટોટકા, જીવનની દરેક સમસ્યા કરશે દુર


આ પક્ષીઓ અચાનક ઘરની અગાસી પર આવી કરે કિલકિલાટ તો સમજી લેવું થવાનો છે લાભ


Surya Gochar 2023: બુધની રાશિમાં સૂર્ય કરશે પ્રવેશ, આ 4 રાશિને મળશે ધન અને સફળતા


1. શાસ્ત્રો અનુસાર રાતના સમયે જ્યારે કોઈ વ્યક્તિ અચાનક ડરી જાય અને તેની ઊંઘ ઉડી જાય તો તેને સુતા પહેલા હાથમાં ધોઈ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને પછી સૂવું જોઈએ. 


2. ઉત્તર દિશામાં કાળા રંગની મીણબત્તી પ્રગટાવવાથી કોઈ પણ પ્રકારનો ડર હોય તો તેનાથી મુક્તિ મળે છે. ઉત્તર દિશાનો સંબંધ જલતત્વ સાથે હોય છે. જલતત્વનો સંબંધ કાળા રંગ સાથે હોય છે. તેથી આ દિશામાં કાળા રંગની મીણબત્તી કરવાથી ફાયદો થાય છે. 


3. રોજ સૂર્યદેવની પૂજા કરવાથી જીવનમાં આવતી સમસ્યાઓથી છુટકારો મળે છે. જો કોઈ વ્યક્તિને શત્રુ ભય સતાવતો હોય તો રોજ સવારે સૂર્યદેવને જળ ચઢાવી અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો. 


4. જો ઘરમાં બાળક સુતી વખતે અચાનક ડરી જાય અને જાગી જાય તો તેના તકિયાની નીચે લોઢાની કોઈ વસ્તુ રાખી દેવી જેનાથી નકારાત્મક ઊર્જા આસપાસ આવતી નથી. 


5. જો ઘરમાં પણ તમારા મનમાં કોઈ અજાણ્યો ભય રહેતો હોય તો ઘરમાં સુંદરકાંડના પાઠ કરવા. 


6. જો બાળકનું મન અભ્યાસમાં લાગતું ન હોય અને તેને પરીક્ષાનો ભય સતાવતો હોય તો બાળકના રૂમમાં ઉત્તર પૂર્વ દિશામાં લીલા રંગની મીણબત્તી કરવી.



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)