Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રાખવામાં આવતી દરેક વસ્તુના મહત્વ વિશે અને તેના યોગ્ય સ્થાન વિશે જણાવવામાં આવ્યું છે. જો વાસ્તુ અનુસાર વસ્તુને રાખવામાં ન આવે તો તેની નકારાત્મક ઊર્જા ઘરમાં રહેતા લોકોને પરેશાન કરે છે. જો વસ્તુને યોગ્ય રીતે રાખવામાં આવે તો વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તમે ઘણા લોકોના ઘરમાં જોયું હશે કે તેઓ ઘરમાં ડેકોરેશન તરીકે તલવાર રાખતા હોય. આજે તમને તલવાર સંબંધિત વસ્તુ નિયમ વિશે જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના


તલવાર એવી વસ્તુ છે જેને ખોટી દિશામાં રાખી દેવામાં આવે તો પારિવારિક જીવનમાં સમસ્યા વધે છે અને અશુભ ફળ મળવા લાગે છે તો ચાલો તમને જણાવીએ ઘરમાં તલવાર રાખી શકાય અને રાખી શકાય તો કઈ જગ્યાએ રાખવી જોઈએ. 


કઈ દિશામાં રાખવી તલવાર ?


આ પણ વાંચો: Weekly Horoscope: આર્થિક મામલે આ સપ્તાહે ધન વૃદ્ધિ થશે, રોકાણ અત્યંત ફાયદાકારક રહેશે


જો ઘરમાં તલવાર રાખવાની હોય તો ઉત્તર પશ્ચિમ દિશામાં છુપાવીને રાખવી જોઈએ. તલવાર ને ક્યારેય એવી જગ્યાએ રાખવી નહીં જ્યાં તે બધાને દેખાય. તલવાર ને ખુલ્લી જગ્યામાં રાખવાથી પરિવારમાં કલેશ વધે છે. ઉત્તર પશ્ચિમ દિશા વાયુની દિશા છે અને આ દિશામાં તલવાર રાખી શકાય છે. 


મુખ્ય દ્વાર પર તલવાર 


ઘરમાં તલવાર રાખવી હોય તો તેને મુખ્ય પ્રવેશ દ્વાર પર ક્યારેય ન રાખો. તેનાથી વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે અને સુખ સમૃદ્ધિમાં સમસ્યા આવવા લાગે છે. આવા ઘરમાં સંબંધો પણ ખરાબ થઈ જાય છે. તેથી તલવારને મુખ્ય દ્વાર પર ક્યારેય ન રાખો. 


આ પણ વાંચો: સવારે આંખ ખુલે કે તરત આ 4 વસ્તુ ન જોવી, આખો દિવસ જશે ખરાબ, બનતા કામ બગડશે


તલવારનો શનિદેવ સાથે સંબંધ 


જ્યોતિષશાસ્ત્રમાં લોઢાની કોઈપણ વસ્તુને શનિદેવ સંબંધિત માનવામાં આવે છે. તેથી તલવારને ઘરમાં રાખવાથી પણ શનિદોષ લાગી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાં ખુલ્લી તલવાર રાખવાથી ખુશીઓ આવતી નથી અને પરેશાનીનો સામનો કરવો પડે છે. તેથી તલવારને હંમેશા યોગ્ય દિશામાં છુપાવીને રાખવી જોઈએ.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)