Feng Shui Tips: ફેંગશૂઈ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સજાવટ માટે રાખવામાં આવતી તસવીર, સ્ટેચ્યુ કે અન્ય સુશોભનની વસ્તુઓમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાઓ હોય છે. જો તમે તેને યોગ્ય જગ્યા પર લગાવો તો તેનાથી ઘણો ફાયદો થાય છે પરંતુ જો ખોટી જગ્યા પર ફોટો મૂર્તિ કે અન્ય કોઈ વસ્તુ રાખવામાં આવે તો તેનાથી જીવનમાં સમસ્યાઓ આવે છે. આવી સમસ્યાઓ ઘણા કપલની લાઈફમાં પણ હોય છે. ઘણા પતિ પત્ની એવા હોય છે જેમની વચ્ચે સતત અણબનાવ રહેતો હોય. ઘણી વખત પતિ પોતાની પત્નીથી સતત દૂર જ રહેતો હોય છે. કેટલાક કપલ વચ્ચે પ્રેમનો અભાવ હોય છે. દાંપત્ય જીવન સંબંધિત આ પ્રકારની સમસ્યાઓને દૂર કરવી હોય તો ફેંગશૂઈમાં દર્શાવેલા આ કામ કરવા જોઈએ. ફેંગશૂઈ અનુસાર જો વૈવાહિક સંબંધોમાં પ્રેમ વધારવો હોય અને અણબનાવ દૂર કરવો હોય તો આ ઉપાય કરવા જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: તમારું સૂતું ભાગ્ય જગાડશે આ શુભ વસ્તુઓ, નવા વર્ષમાં સુખ-સમૃદ્ધિ માટે લાવો ઘરે


જો પતિ પત્ની વચ્ચે વાત વાતમાં ઝઘડા થતા હોય અને એકબીજા સાથે બનતું ન હોય તો ફેંગશૂઈમાં તેના માટેનો એક ઉપાય દર્શાવવામાં આવ્યો છે. ફેંગશૂઈનો આ ઉપાય એટલો પાવરફૂલ છે કે તેને કરવાની સાથે જ પતિ પત્ની વચ્ચેના સંબંધમાં સુધારો થવા લાગે છે. પતિ-પત્ની જે એકબીજા સાથે વાત વાતમાં ઝઘડતા હોય તે એકબીજાની કેર કરવા લાગે છે. બંને વચ્ચે જે કડવાશ હોય છે તે દૂર થઈ જાય છે. ફેંગશૂઈ અનુસાર જે દંપત્તિ વચ્ચે પ્રેમનો અભાવ હોય તેમણે પોતાના બેડરૂમમાં હંસની જોડીનો ફોટો અથવા તો મૂર્તિ રાખવી જોઈએ. 


આ પણ વાંચો: શનિની સાડેસાતી અને ઢૈયામાં પાયમાલ થઈ જાવ તે પહેલા કરી લો આ ઉપાયો, કષ્ટથી મળશે મુક્તિ


વૈવાહિક સુખ પ્રાપ્ત કરવા માટે ફેંગશૂઈમાં અન્ય એક અસરકારક ઉપાય પણ જણાવવામાં આવ્યો છે. પતિ પત્ની એકબીજા સાથે પ્રેમ અને ખુશીથી રહે તે માટે એકબીજાને ગુલાબી ક્વાર્ટસ ગિફ્ટમાં આપવા જોઈએ. ગુલાબી ક્વાર્ટસ એક પ્રકારનું સ્ફટિક હોય છે જેનો રંગ ગુલાબી. ગુલાબી ક્વાર્ટસ તમને સરળતાથી મળી પણ રહેશે. ગુલાબી ક્વાર્ટસને લોકેટ તરીકે ગળામાં પહેરવાથી પતિ પત્ની વચ્ચે શાંતિ રહે છે અને તાલમેલ પણ વધે છે. 


આ પણ વાંચો: 18 થી 24 ડિસેમ્બર સુધીનો સમય કઈ કઈ રાશિઓ માટે છે શુભ જાણી લો સાપ્તાહિક રાશિફળ પરથી


જો પતિ હંમેશા પત્નીથી દુર જ રહેતો હોય અને તેની વેલ્યુ કરતો ન હોય તો તેના માટે એક વાતનું હંમેશા ધ્યાન રાખવું કે ઘરમાં જે પણ પશુ પક્ષીની મૂર્તિ કે તસવીર રાખો તેને હંમેશા જોડીમાં રાખો. સાથે જ ઘરમાં કોઈ હિંસક કે શિકારી પશુ પક્ષીની તસવીરો ન રાખવી.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)