પતિ-પત્ની ભૂલથી પણ ના કરવું જોઇએ એક થાળીમાં ભોજન! ભીષ્મ પિતામહે જણાવ્યું હતું તેનું રાઝ
મોટાભાગે પરિવારમાં પતિ-પત્ની એક થાળીમાં ભોજન કરે છે. જો કે, આ સંબંધમાં કેટલાક લોકોનું માનવું છે કે તેનાથી પતિ-પત્ની વચ્ચે સંબંધ મજબૂત થયા છે. પરંતુ, ભીષ્મ પિતામહે પાંડવોને તેનું રાઝ જણાવ્યું હતું.
નવી દિલ્હી: મોટાભાગે પરિવારમાં પતિ-પત્ની એક થાળીમાં ભોજન કરે છે. આમ તો માનવામાં આવે છે કે એક થાળીમાં ભોજન કરવાથી પરસ્પર પ્રેમ વધે છે. જો કે, વડીલો અને ધર્મ શાસ્ત્રના જાણકારો કહે છે કે પતિ-પત્નીને એક થાળીમાં ભોજન કરવું જોઇએ નહીં, પરંતુ આવું કેમ કહેવામાં આવ છે. આ વિશે ઘણા લોકો જાણતા નહીં હતો. જો કે આ વિશે મહાભારતમાં પણ ઉલ્લખે કરવામાં આવ્યો છે. આવો જાણીએ કે પતિ-પત્નીએ એક થાળીમાં કેમ ભોજન કરવું જોઇએ નહીં.
પતિ-પત્નીએ ન કરવું જોઇએ એક થાળીમાં ભોજન
આ વાતથી ઇનકાર કરી શકાય નહીં કે સાથે બોજન કરવાથી પ્રેમ વધે છે. આ વાતને ભીષ્મ પિતામહ પણ સમજતા હતા. તેમનું માનવું હતું કે, દરેક વ્યક્તિના પરિવાર પ્રતિ તમામ કર્તવ્ય હોય છે. એવામાં તેમના કર્તવ્યોનું ઇમાનદારીથી નિર્વહન કરવું છે અને પરિવારમાં મધુર સંબંધ કાયમ રાખવા છે તો પતિ-પત્નીને એક થાળીમાં ભોજન કરવું જોઇએ નહીં. પત્ની સાથે એક થાળીમાં ભોજન કરવાથી પતિ માટે પરિવારના અન્ય સંબંધોની સરખામણીએ પત્નીનો પ્રેમ સર્વોપરિ થઈ જાય છે. એવામાં વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને તે ખોટું અને સત્યમાં ફર્ક ભૂલી જાય છે. જો પતિનો પત્ની પ્રત્યે પ્રેમ સર્વોપરિ થઈ જાય તો પરિવારમાં ઝગડાની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. તેથી પત્ની સાથે એક થાળીમાં ભોજન કરવું જોઇએ નહીં.
પરિવારની સાથે બેસી કરવું જોઇએ ભોજન
ભીષ્મ પિતામહનું માનવું છે કે પરિવારના તમામ સભ્યો સાથે બેસીને ભોજન કરવું જોઇએ. એવામાં પરિવારમાં પરસ્પર પ્રેમ વધે છે. સાથે જ એકબીજા પ્રત્યે ત્યાગ અને સમર્પણની ભાવના પણ પ્રબળ થાય છે. જેના કારણે પરિવાર તરક્કી કરે છે.
ન કરવું જોઇએ આ રીતે ભોજન
ભીષ્મ પિતામહનું માનવું હતું કે, જો પીરસવામાં આવેલી ભોજનની થાળીને કોઈ કૂદી જાય તો તે કાદવ સમાન દુષિત છે. તેને જાનવરોને ખવડાવવું જોઇએ. આ ઉપરાંત જો ભાજનની થાળીને કોઈ પગ મારીને જાય તો આવા ભોજનને પણ હાથ જોડી ત્યાગ કરવો જોઇએ. કેમ કે આવું ભોજન દરિદ્રતા લાવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સમાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારીત છે. ZEE News તેની પુષ્ટી કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube